પ્રાપ્ત થતી વિગતો મુજબ, પોલીસે ગેરકાયદેસર હથિયાર સાથે વિશાલ ઉર્ફ વીંછી કુવાડિજાને પણ ઝડપી પાડયો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી અગાઉ પણ રાજકોટના આજીડેમ પોલીસમથક અને રાજકોટ તાલુકા પોલીસ મથકમાં વાહનચોરીના ગુનામાં ઝડપાઇ ચૂક્યો છે.
રાજકોટમાંથી દેશી તમંચા અને કારતૂસ સાથે એક ઈસમની ધરપકડ
રાજકોટ: તાલુકા પોલીસ મથક વિસ્તારમાં આવેલા શક્તિનગર શેરીના એક મકાનમાંથી પોલીસે બાતમીના આધારે દેશી તમંચા અને કારતૂસ સાથે 1 આરોપીની ધરપકડ કરી હતી.
Rajkot
ઉલ્લેખનીય છે કે, ઝડપાયેલા ઈસમ પાસથી પોલીસને ગેરકાયદેસર હથિયાર મળી આવતા તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.