ગુજરાત

gujarat

ગોંડલની જૂની જનાના હોસ્પિટલમાં ઝાડ પર યુવાને ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું.

By

Published : Apr 8, 2020, 10:32 PM IST

રાજકોટનના ગોંડલની જૂની જનાના હોસ્પિટલના લીમડાનાઝાડની ડાળીએ લટકાઈને યુવાને ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું.

પવવ
િન

ગોંડલ: ગોંડલી નદીના કિનારે સરકારી હોસ્પિટલની સામે આવેલી જૂની જનાના હોસ્પિટલના લીમડાની ડાળીએ કાળું પેન્ટ, કાળી લાઇનિંગ વાળો શર્ટ તેમજ કાનમાં કડી પહેરેલા અજાણ્યા યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ લેતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

યુવાનને લીમડાની ડાળીએ લટકેલો જોવા લોકોના ટોળા એકઠા થયા હોય, પોલીસે લાલ આંખ કરી વિખેર્યા હતા. માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ પ્રફુલભાઇ રાજ્યગુરુ એમ્બ્યુલન્સ સાથે દોડી આવ્યા હતા અને યુવાનના મૃતદેહને લીમડાની ડાળીએથી ઉતારી પીએમ માટે સરકારી દવાખાને ખસેડયો હતો. વધુ તપાસ સીટી પોલીસે હાથ ધરી હતી

ABOUT THE AUTHOR

...view details