ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ રેલવે મંડળ દ્વારા 64માં "રેલ સપ્તાહ"ની ભવ્ય ઉજવણી - RJT

રાજકોટઃ રાજકોટ રેલવે તંત્ર દ્વારા 64માં રેલવે સપ્તાહ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વર્ષ 2018-19 દરમિયાન સર્વશ્રેષ્ઠ કામગીરી કરનાર રેવલે વિભાગના કર્મચારીઓને એવોર્ડ પણ અર્પણ કરાયા હતા. કાર્યક્રમ દરમિયાન પશ્ચિમ રેલવે તંત્ર અને રાજકોટ રેલવે દ્વારા મેળવાયેલી ઉપલબ્ધિઓને પણ પ્રેઝન્ટેશન દ્વારા દર્શાવવામાં આવી હતી.

સ્પોટ ફોટો

By

Published : Apr 19, 2019, 3:20 AM IST

રાજકોટ રેલવે તંત્ર દ્વારા બુધવારે ખૂબ જ ભવ્ય રીતે 64માં રેલ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજકોટ રેલવે મંડળના DRM પી.બી નિનાવા દ્વારા રેલવેના અલગ-અલગ વિભાગમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર 62 કર્મચારીઓને વ્યક્તિગત અને 16 જેટલા ગ્રુપ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા.

સ્પોટ ફોટો
સ્પોટ ફોટો

આ સાથે જ રાજકોટ રેવલે મંડળને વર્ષ 2018-19માં વીજળીની ઉર્જા બચાવવા માટે પશ્ચિમ રેલવે મંડળ દ્વારા એફિશયન્સી શિલ્ડ સયુંક્ત રૂપથી મુંબઈ મંડળની સાથે પ્રાપ્ત થયું છે. તે અંગેની ઓન માહિતી જાહેર કરવામાં આવી હતી. રાજકોટમાં રેલવે તંત્ર દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં રેલવેમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

સ્પોટ ફોટો

ABOUT THE AUTHOR

...view details