રાજકોટ: જેતલસર જંકશન રેલવે સ્ટેશનથી પસાર થઈ રહેલી પેટ્રોલ ભરેલી માલગાડીના બે વ્હીલ જેતલસર જંકશન સ્ટેશનથી પસાર થયા બાદ પોઇન્ટ નંબર 101 પર તેના બે પૈડા પાટા પરથી ઉતરી ગયાં હતાં. જેના પગલે રેલવેના ઉચ્ચ અધિકારીઓ અકસ્માત સ્થળે દોડી આવ્યા હતા. આ ઘટનાને કારણે જેતલસર જંકશનથી ગોંડલ, રાજકોટ તેમજ આગળના રૂટ પર જતી અને આવતી ટ્રેનોનો વ્યવહાર થોડા સમય માટે ખોરવાયો હતો, જેના કારણે મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા.
Goods train derail: રાજકોટના જેતલસર જંકશન પાસે માલગાડી પાટા પરથી ઉતરી, આ રૂટ પરનો ટ્રેન વ્યવહાર ખોરવાતા મુસાફરોને હાલાકી - રાજકોટ રેલવે વિભાગ
રાજકોટ જિલ્લાના જેતલસર જંકશન રેલવે સ્ટેશન પાસે પેટ્રોલ ભરેલી માલગાડીના બે વ્હીલ પાટા પરથી ઉતર જતાં આ રૂટ પરનો અન્ય રેલ વ્યવહારને અસર થઈ હતી, જેના કારણે ઘણા મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. જોકે, ઘટનાની જાણ થતાં રેલવે અધિકારીઓની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને સમારકામ સહિતની કામીગીરી હાથ ધરી હતી.
Published : Nov 5, 2023, 6:48 AM IST
જેતલસર જંકશન પાસે ઘટના: પેટ્રોલનું વહન કરી જતી માલગાડીના બે વ્હીલ જેતલસર જંકશનથી આગળ અચાનક ઉતરી જવાની ઘટના બાદ રેલવે પ્રશાસન દ્વારા તુરંત રાજકોટથી જેતલસર તરફ આવતી અને જેતલસર તરફથી રાજકોટ તરફ જતી તમામ ટ્રેનોના રૂટ અને તમામ ટ્રેનોને તાત્કાલિક અસરથી સ્થગિત કરી દેવામાં આવી હતી. આ બનાવ મામલે ઉપલેટા રેલવે સ્ટેશનના સ્ટેશન અધિક્ષક હનુમાન રામે જણાવ્યું હતું કે, જેતલસર જંકશનથી આગળ તરફ જતી માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. જેના કારણે ભાવનગર ડિવિઝનના કંટ્રોલ રૂમની સૂચના અનુસાર પોરબંદર થી રાજકોટ તરફ જતી રાજકોટ-પોરબંદર ટ્રેનને ઉપલેટા બ્રેક કરી દેવામાં આવી હતી. આ ટ્રેનમાં સવાર મુસાફરોને કંટ્રોલરૂમની સૂચના અનુસાર તાત્કાલિક રિફંડ આપવાની કામગીરી કરવામાં આવી હતી.
યુદ્ધના ધોરણે કામગીરી: પેટ્રોલનું વહન કરી જતી આ માલગાડીના પાટા પરથી ઉતરી જવાની ઘટના સામે આવતા રેલવેના અધિકારીઓ, કારીગરો તેમજ કામદારો સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને યુદ્ધના ઘોરણે સમારકામ સહિતની કામગીરી શરૂ કરી હતી. ભારે જહેમત બાદ કામ પૂર્ણ થયું હતું અને આ રૂટ પર પુનઃ રેલ્વે વ્યવહાર શરૂ કરવામાં માટેની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. મહત્વપૂર્ણ છે કે, આ ઘટનામાં કોઈ મોટી જાનીહાનીના કોઈ સમાચાર નથી.