ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યમાં બાવાનો વેશ ધારણ કરી લોકોને લૂંટતી ગેંગ ઝડપાઇ - રાજકોટ ક્રાઇમબ્રાન્ચ

રાજકોટ: ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં ફરીને નાગા બાવાનો વેશ ધારણ કરીને લોકોને વિશ્વાસમાં લઈ તેની પાસે રહેલા રોકડ રૂપિયા અને દાગીના સહિતની વસ્તુઓની ઉઠાંતરી કરતા ચાર ઇસમોને રાજકોટ ક્રાઇમબ્રાન્ચે ઝડપી પાડ્યા છે. આ ગેંગે ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી કુલ 23 ગુના આચર્યા હોવાની કબૂલાત આપી છે. હાલ પોલીસે ગેંગ પાસે રહેલી ગાડી, બાવાનો ડ્રેસ, સોના-ચાંદીના ઘરેણા સહિતની વસ્તુઓ કબ્જે કરી છે.

rajkot

By

Published : Jul 26, 2019, 7:06 PM IST

રાજ્યમાં નાગા બાવાનો ડ્રેસ પહેરીને પોતે મહાન સંત છે, એવો માહોલ ઉભો કરી જે-તે જિલ્લાઓમાં જઈને લોકોને વિશ્વાસમાં લઈને તેને લૂંટતા ચાર ઈસમોને રાજકોટ ક્રાઇમબ્રાન્ચે ઝડપી પાડ્યા છે. રાજકોટ ક્રાઇમબ્રાન્ચને બાતમી મળી હતી કે, નાગા બાવાનો ઢોંગ કરીને લોકોને લૂંટનાર ઈસમો રાજકોટ શહેરમાં જ છે.

રાજ્યમાં બાવાનો વેશ ધારણ કરી લોકોને લૂંટતી ગેંગ રાજકોટમાંથી ઝડપાઇ

જેને લઈને પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કર્યાં હતા અને ચારેય ઇસમોને ઝડપી પાડયા હતા ત્યારે પકડાયેલા ચારેય ઈસમોએ પોલીસની પ્રાથમિક તપાસમાં કબૂલાત આપી છે કે, તેમને ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાંથી આ પ્રકારે લોકોને લૂંટયા છે. જ્યારે રાજકોટના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં આ ગેંગ વિરૂદ્ધ ચાર ગુનોઓ નોંધાયેલા છે.

ABOUT THE AUTHOR

...view details