- ધોરાજી પાસે એક ખેતરમાં લાગી આગ
- ફાયર ફાઈટરની ટીમે આગ પર મેળવ્યો કાબૂ
- કોઈ જાનહાની નહીં
રાજકોટઃ જિલ્લાના ધોરાજી જેતપુર નેશનલ હાઇવે નજીક એક ખેતરમાં આગ લાગી હતી. જ્યાં બાજુમાં ડ્રિમ સ્કૂલ અને અતુલ ઓઇલ મિલ આવેલું છે. ડ્રિમ સ્કૂલની બાજુના ખેતરમાં ઘાસમાં આગ લાગી હતી.
ધોરાજી નગરપાલિકા ફાયર વિભાગ અડધી કલાકની જહેમત બાદ આગ પર મેળવાયો કાબૂ
ધોરાજી નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયરની ટીમે અડધી કલાકની જહેમત બાદ આગ પર અંતે કાબુ મેળવ્યો હતો.
ધોરાજી નગરપાલિકા ફાયર વિભાગ સ્કૂલની બાજુમાં લાગી હતી આગ
આ ખેતરની બાજુમાં જ ડ્રિમ સ્કૂલ નામની શૈક્ષણિક સંસ્થા આવેલી છે. જો કે, આ ઘટનામાં કોઈ જાનહાની પહોંચી નથી. ફાયરની ટીમ તુરંત ઘટના સ્થળે આવી પહોંચતા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.
સ્કૂલની બાજુમાં લાગી હતી આગ