ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot Crime: રાજકોટમાં 17 જેટલા વેપારીઓ પાસેથી 2 કરોડથી વધુનું ચાંદી પિતા પુત્રની જોડીએ પડાવ્યું

તમે ચોરી થવાના ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે. તેમાં તમે બંટી બબલીના કિસ્સા તો સાંભળીયા હશે પરંતુ આ તો પિતા પુત્રની જોડીએ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ સુત્રોએ માહિતી આપી છે તે અનુસાર આ મામલે બી ડિવિઝન પોલીસ સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે

રાજકોટમાં 17 જેટલા વેપારીઓ પાસેથી 2 કરોડથી વધુનું ચાંદી પિતા - પુત્રની જોડીએ પડાવ્યું
રાજકોટમાં 17 જેટલા વેપારીઓ પાસેથી 2 કરોડથી વધુનું ચાંદી પિતા - પુત્રની જોડીએ પડાવ્યું

By

Published : Jul 5, 2023, 3:08 PM IST

રાજકોટ: રાજકોટના સોની બજારમાં છાસવારે ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. જેમાં સોની વેપારીઓનું સોનુ ચાંદી કારીગરો ઉઠાંતરી કરીને પોતાના વતનમાં જતા રહે છે. જ્યારે આ મામલે પોલીસ ફરિયાદો પણ થતી હોય છે. ત્યારે આવી વધુ એક ઘટના સામે આવી છે. જેમાં 17 જેટલા વેપારીઓનું રૂ. 2 કરોડથી વધુનું ચાંદી લઈને પિતા પુત્રની જોડી ફરાર થઈ હતી. હાલ આ મામલે રાજકોટના બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે જેના આધારે બે ડિવિઝન પોલીસે હવે વધુ તપાસ શરૂ કરી છે.

વિશ્વાસમાં લીધા વેપારીઓને:રાજકોટના સામા કાંઠા વિસ્તારમાં અલગ અલગ 17 જેટલા સોના ચાંદીના વેપારીઓને આ પિતા પુત્રની જોડી દ્વારા વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા. આ પિતા પુત્ર માંડવી ચોકમાં સીએમ જ્વેલર્સ નામની પેઢી પણ ધરાવતા હતા. જે દરમિયાન અલગ અલગ વેપારીઓ પાસેથી આ બંને પિતા પુત્રની જોડીએ 290 કિલો જેટલું ચાંદી મેળવ્યું હતું અને ત્યારબાદ આ બંને પિતા પુત્ર ગાયબ થઈ ગયા હતા. જ્યારે આ ચાંદીની કિંમત રૂ.2 કરોડથી વધુની થવા પામી છે. જે મામલે રાજકોટના બી ડિવિઝન પોલીસ મથકમાં સુરેશ ઢોલરીયા અને તેના પુત્ર કેતન ઢોલરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ પિતા પુત્ર ચાંદીનું ટ્રેડિંગ છેલ્લા ચાર મહિનાથી કરતા હતા. જેના કારણે અલગ અલગ ચાંદીના વેપારીઓના સંપર્કમાં હતા અને ત્યારબાદ આ પ્રકારનું કારસ્થાન આ પિતા પુત્રની જોડી દ્વારા આચરવામાં આવ્યું હતું.

પોલીસ સુત્રોએ આપી માહિતી:આરોપી પિતાને પોલીસે ઝડપી પાડયો પુત્ર હાલ ફરારરાજકોટ બી ડિવિઝન પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર "17 જેટલા ચાંદીના વેપારીઓને શિકાર બનાવનાર પિતા પુત્રની જોડીમાંથી આરોપી પિતા એવા સુરેશ ઢોલરીયાને બી ડિવિઝન પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો. જ્યારે તેનો પુત્ર કેતન ઢોલરીયા હાલ ફરાર છે. ત્યારે આ મામલે બી ડિવિઝન પોલીસ સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે". ઉલ્લેખનીય છે કે રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં 17 જેટલા ચાંદીના વેપારીઓનું ચાંદી પડાવી લેનાર પિતા-પુત્ર વિરુદ્ધ રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય ઉદય કાનગડ દ્વારા પણ પોલીસને રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ બી ડિવિઝન પોલીસ દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેને લઈને પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસને રજૂઆત:રાજકોટ બી ડિવિઝન પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર 17 જેટલા ચાંદીના વેપારીઓને શિકાર બનાવનાર પિતા પુત્રની જોડીમાંથી આરોપી પિતા એવા સુરેશ ઢોલરીયાને બી ડિવિઝન પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો. જ્યારે તેનો પુત્ર કેતન ઢોલરીયા હાલ ફરાર છે. ત્યારે આ મામલે બી ડિવિઝન પોલીસ સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં 17 જેટલા ચાંદીના વેપારીઓનું ચાંદી પડાવી લેનાર પિતા-પુત્ર વિરુદ્ધ રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય ઉદય કાનગડ દ્વારા પણ પોલીસને રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ બી ડિવિઝન પોલીસ દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેને લઈને પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

  1. Rajkot Rain: ગોંડલમાં પંથકમાં સાંબેલાધાર વરસાદ, દેરડી ગામમાં વગર વરસાદે પુર આવ્યું
  2. Rajkot Crime: ઈદમાં વતન જવાની માથાકૂટમાં પત્નીને મારી નાખી, હત્યા બાદ યુપી ભાગેલા પતિને રાજકોટ પોલીસે ઝડપી પાડ્યો

ABOUT THE AUTHOR

...view details