રાજકોટમાં 1 ઓગસ્ટથી રાજકોટ-દિલ્હી વચ્ચે વધારાની ફ્લાઈટ સેવા શરૂ થશે - Airlince
રાજકોટઃ કેન્દ્ર સરકાર દ્વારા હાલ દરરોજ રાજકોટ-દિલ્હી વચ્ચેની ફ્લાઇટ સેવા ચાલુ છે. જેમાં આગામી 1 ઓગસ્ટથી વધુ એક રાજકોટ-દિલ્હીની ફ્લાઇટ સેવા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના વેપારીઓને લાભ થશે.
સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટમાં આગામી 1 ઓગસ્ટથી વધુ એક દિલ્હી માટેની વિમાની સેવા શરૂ કરવામાં આવનારી છે. હાલ દરરોજ એક ફ્લાઈટ દિલ્હી માટે શરૂ છે, ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા આગામી 1 ઓગસ્ટથી વધુ એક દિલ્હી માટેની વિમાની સેવા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયા દ્વારા કેન્દ્ર સરકારના પ્રધાનને આ અંગેની જાણકારી આપી હતી. રાજકોટમાં હાલ ત્રણ દિવસે એકવાર મુંબઈ માટેની વિમાની સેવાને દરરોજ અને વધુ એક દિલ્હી માટેની વિમાની સેવા શરૂ કરવા માટેની રજૂઆત કરવામાં આવી હતી. જેનું સફળ પરિણામ દેખાઈ રહ્યું છે.