રાજકોટ : શહેરના ત્રિકોણબાગ ખાતે આજે કોંગ્રેસના ધરણા પ્રદર્શન યોજાયા હતા. જેમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તેમજ ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ અધ્યક્ષતામાં ધરણા કાર્યક્રમ યોજાયો હતો. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ જેટલા કૃષિ વિધાયક બિલ પસાર કરવામાં આવ્યા છે. જેના વિરોધના ભાગરૂપે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જોકે, કાર્યક્રમ દરમિયાન 15 થી વધુ કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી હતી.
વિજયભાઇ અને ભાઉના ઝઘડામાં નીતિન કાકા પરેશાન - રાજીવ સાતવ સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડતા જોવા મળ્યારાજકોટ ખાતે યોજાયેલા કોંગ્રેસ દ્વારા ધરણા કાર્યક્રમમાં કાર્યકર્તાઓ દ્વારા સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તેમજ ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવની ઉપસ્થિતિમાં કોંગી કાર્યકર્તાઓ સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં કરતા હોવાનું ઘટના સ્થળે જોવા મળ્યું હતું. જ્યારે કાર્યક્રમમાં મહિલા કાર્યકર્તાઓ પણ પોતાનાં બાળકોને લઈને આવી હતી. ત્રિકોણબાગ ખાતે કોંગ્રેસ દ્વારા યોજવામાં આવેલા કાર્યક્રમ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો.
ધરણા દરમિયાન 15થી વધુ કોંગી કાર્યકરોની અટકાયતરાજકોટમાં કોંગ્રેસના ધરણા કાર્યક્રર્મમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન 15 થી વધુ કોંગી કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. જોકે, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને અને રાજીવ સાતવ ધરણાના કાર્યક્રમ હાજરી આપ્યા બાદ જતા રહ્યા હતા. ત્યારબાદ પોલીસ દ્વારા કાર્યક્રમમાં બેઠેલા શહેર પ્રમુખ અશોક ડાંગર સહિતના કોંગી નેતા અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.
ભાઉ અને ભાઈના ઝઘડામાં ભાજપ પુરી થઈ ગઈધરણાં કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા રાજીવ સાતવએ કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમજ કૃષિ વિધાયક બિલને કાળો કાયદો ગણાવ્યો હતો. જ્યારે કૃષિ વિધાયક બિલને કોંગ્રેસે ખેડૂત વિરોધી હોવાનું પણ સ્પષ્ટપણે જણાવ્યું હતું. જ્યારે નીતિન પટેલ મુદ્દે સાતવે કહ્યું હતું કે, ભાઉ અને ભાઈની લડાઈમાં ભાજપ પુરી થઈ ગઈ છે, નીતિન કાકા હેરાન થઈ રહ્યા છે. આમ કહીને પેટા ચૂંટણીને લઈને રાજીવ સાતવ કટાક્ષ કરતા જોવા મળ્યા હતા.