ગુજરાત

gujarat

ETV Bharat / state

મ્યુકોર માયકોસિસથી થતા મૃત્યુની પુષ્ટિ માટે ડેથ ઓડિટ કમિટીની રચના કરાઇ - Gujarat Corona News

રાજકોટમાં હાલ કોરોના સંક્રમણ ઓછુ જોવા મળી રહ્યું છે. જ્યારે મ્યુકોર માયસિસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે હાલ રાજકોટમાં 198 દર્દીઓ સારવાર હેઠળ જયારે 232 દર્દીઓના મ્યુકોર માયકોસિસથી મૃત્યુ થયાં છે કે કેમ? એક મોટો સવાલ પણ ઉઠ્યો હતો ત્યારે થતા મૃત્યુની પુષ્ટિ માટે ડેથ ઓડિટ કમિટીની રચના કરવામાં આવી હતી.

By

Published : Jul 9, 2021, 10:39 AM IST

  • રાજકોટમાં મ્યુકોર માયકોસિસથી થતા મૃત્યુની પુષ્ટિ માટે ડેથ ઓડિટ કમિટીની કરાઇ રચના
  • રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મ્યુકોર માયસિસના સૌથી વધુ કેસ નોંધાયા હતા
  • હાલ 198 દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ: સમગ્ર દેશમાં કોરોના સંક્રમણ હાલ ઓછુ થતા રાહત મળી છે, ત્યાં મ્યુકોર માયસિસના કેસ જોવા મળ્યાં હતાં, ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મ્યુકોર માયસિસના સૌથી વધુ કેસ નોંધાયા હતા. 967 દર્દીઓ સારવાર લાહી રહ્યા હતા પરંતુ તંત્ર દ્વારા મ્યુકોર માયસિસને પહોચી વળવા તંત્ર તૈયારી બતાવી હતી અને 967 દર્દી માંથી 537 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. ત્યારે હાલ 198 દર્દીઓ સારવાર હેઠળ જયારે 232 દર્દીઓના મ્યુકર માયકોસિસથી મૃત્યુ થયાં છે કે કેમ? એક મોટો સવાલ પણ ઉઠ્યો હતો.

આ પણ વાંચોઃમ્યુકોર માઈકોસિસને લઈને ગુજરાત હાઈકોર્ટમાં કરાઈ અરજી, 15 જૂને સુનાવણી

સિવિલ તંત્ર મ્યુકર માયકોસિસના મોત આંકડા અંગે મૌન સેવી રહી છે.

દેશમાં સૌથી વધુ મ્યુકોર માયકોસિસ સર્જરી કર્યાના રેકોર્ડ બતાવ્યો હતો. જ્યારે કોરોના કાળમાં મોત થતા તો જાહેર કરવામાં આવતા પરંતુ સિવિલ તંત્ર મ્યુકર માયકોસિસના મોતના આંકડા અંગે મૌન સેવી રહી છે. મ્યુકર માયકોસિસથી મૃત્યુના પુષ્ટિ માટે ડેથ ઓડિટ કમિટીની રચના કરવામાં આવી છે, ત્યારે હવે મ્યુકર માયકોસિસથી મોત થાશે તો કોરોનાની જેમ મ્યુકર માયકોસિસના દર્દીઓના મૃત્યુ બાદ કમિટી દ્વારા તપાસ કર્યા બાદ તેને ડેથ જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચોઃરાજકોટમાં મ્યુકોર માઇકોસિસ બાદ એસ્પરજીલસ ફૂગનાં કેસમાં પણ થયો વધારો

ABOUT THE AUTHOR

...view details