રાજકોટઃ દિલ્હી સુપ્રીમ કોર્ટના વકીલ પ્રશાંત ભૂષણ વિરૂદ્ધ રાજકોટના ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નિધવામાં આવી છે. જેમાં રાજકોટના જયદેવ રજનીકાંત જોશીએ જણાવ્યું છે કે,પ્રશાંત ભૂષણ દ્વારા સોશિયલ મીડિયામાં રામાયણ અને મહાભારત જેવા પ્રવિત્ર ગ્રંથો બાબતે અફીણ જેવા શબ્દોનો ઉપયોગ કરી ધાર્મિક લાગણી દુભાવી છે.
સુપ્રીમ કોર્ટના વકીલ પ્રશાંત ભૂષણ વિરુદ્ધ રાજકોટમાં ફરિયાદ નોંધાઈ, જાણો શું છે કારણ... - પ્રશાંત ભૂષણ વિરુદ્ધ રાજકોટના ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ
દિલ્હી સુપ્રીમ કોર્ટના વકીલ પ્રશાંત ભૂષણ વિરુદ્ધ રાજકોટના ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પ્રશાંત ભૂષણ દ્વારા સોશિયલ મીડિયામાં રામાયણ અને મહાભારત જેવા પ્રવિત્ર ગ્રંથો બાબતે અફીણ જેવા શબ્દોનો ઉપયોગ કરી ધાર્મિક લાગણી દુભાવી છે.
આ અંગે રાજકોટ ભક્તિનગર પોલીસ દ્વારા આઇપીસી કલમ 295એ, 505 (1)બી, 34, 120બી મુજબનો ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથધરી છે. ઉલ્લેખનીય છે કે, પ્રશાંત ભૂષણે " As crores starve & walk hundreds of miles nmn jln home due of forced lockdown our heartless minister celebrate consuming & feeding the opium of Ramayana & mahabharata of the peole!" ટ્વિટ કર્યું હતું. આ ટ્વિટ બાદ ફરિયાદ નિધવામાં આવી છે.
હાલ આ મામલાની તપાસ રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઇ આર.વાય. રાવણને સોંપવામાં આવી છે. બીજી તરફ રાજકોટ પોલીસ દ્વારા ટ્વિટરને આ અંગે કરવામાં આવેલા ટ્વીટ અંગેની સંપૂર્ણ માહિતી આપવા માટે જણાવવામાં આવ્યું છે. જ્યારે આ મામલે ગુનાની ગંભીરતા જોઈને આ ગુનામાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂંક કરવા માટે રાજ્ય સરકારને પણ દરખાસ્ત કરવામાં આવી છે. તેમજ ટ્વિટર પાસે મંગવામાં આવેલી માહિતીની ખરાઈ બાદ આ ટ્વિટને ડિલીટ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.