રાજકોટઃ 7 જાન્યુઆરીના રોજ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ખંડેરી ગ્રાઉન્ડમાં ભારત(complaint registered Young Man Stormed Into Ground ) શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલ મેચ દરમિયાન ગ્રાઉન્ડ પર પીચ નજીક પહોંચી ગયો હતો. ત્યારે આ સમગ્ર ઘટનાનો વિડીયો વાઇરલ થયો હતો. જે મામલે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા હવે પોલીસ ફરિયાદ (India Sri Lanka match )નોંધવાઈ છે. જેમાં ઉનાના યુવાન પર પડધરી પોલીસ મથકે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથધરી છે.
ફરિયાદ નોંધાવી:સમગ્ર ઘટના મામલે ગ્રાઉન્ડ પર સિક્યુરીટી સુપરવાઈઝર મેહુલભાઈ વિનુભાઈ શૈયાગોરે પડધરી ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, ભારત -શ્રીલંકા વચ્ચે આંતરાષ્ટીય ક્રિકેટ મેચ ખંઢેરી સ્ટેડિયમ ખાતે ચાલતો હતો અને અમારા સિક્યુરીટીના ગાર્ડ સ્ટેડિયમના ઈસ્ટ વિભાગ બાજુ તેમની સિક્યુરીટીની ગ્રાઉન્ડની બાઉન્ડ્રી બાજુ ફરજ પર હતા. બધા પ્રેક્ષકો મેચ જોતા હતા. તે દરમ્યાન મેચની છેલ્લા બોલે આશરે પોણા અગિયારેક વાગ્યે ઈસ્ટ સાઈટ લેવલ -1માંથી એક પ્રેક્ષક બાઉન્ડ્રી લાઈન ઓળંગીને ગ્રાઉન્ડમાં ગેરકાયદેસર પ્રવેશેલ અને પ્રતિબંધિત વિસ્તારમાં કોઈને પૂછ્યા વગર ગ્રાઉન્ડમાં જતો રહ્યો હતો. (Rajkot India Sri Lanka match)