ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં 50 બેડની નિ:શુલ્ક કોવિડ કેર હોસ્પિટલ શરૂ થઇ - Free covid care hospital

રાજકોટમાં શહેરની SNK સ્કૂલ ખાતે ખ્યાતનામ ઉદ્યોગપતિઓ અને સંતો દ્વારા એક કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. ઓક્સિજનની સગવડ સાથેના 50 બેડ કાર્યરત કરાયા છે. હજુ 500 બેડની વ્યવસ્થા કરવામાં આવશે.

રાજકોટમાં 50 બેડની નિ:શુલ્ક કોવિડ કેર હોસ્પિટલ શરૂ
રાજકોટમાં 50 બેડની નિ:શુલ્ક કોવિડ કેર હોસ્પિટલ શરૂ

By

Published : May 6, 2021, 11:59 AM IST

  • ખ્યાતનામ ઉદ્યોગપતિઓ અને સંતો દ્વારા એક કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું
  • જમવા અને દવા સહિતની સુવિધાઓ તદ્દન ફ્રી અપાશે
  • ICUની સુવિધા નહીં હોવાથી ગંભીર દર્દીઓને દાખલ નહિ કરાય

રાજકોટ : શહેરની SNK સ્કૂલ ખાતે ખ્યાતનામ ઉદ્યોગપતિઓ અને સંતો દ્વારા એક કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. અહીં દાખલ થનારા દર્દીઓને સારવાર માટે એક પણ રૂપિયો ચૂકવવો પડે નહિ. સાથે જમવા અને દવા સહિતની સુવિધાઓ તદ્દન ફ્રી અપાશે. હાલમાં ઓક્સિજનની સગવડ સાથેના 50 બેડ કાર્યરત કરાયા છે. આ બેડની સંખ્યા તબક્કાવાર 200 કરવામાં આવી છે. હજુ 500 બેડની વ્યવસ્થા કરવામાં આવશે. જોકે, આ સેન્ટરમાં ICUની સુવિધા નહીં હોવાથી ગંભીર દર્દીઓને દાખલ કરવામાં આવશે નહીં.

રાજકોટમાં 50 બેડની નિ:શુલ્ક કોવિડ કેર હોસ્પિટલ શરૂ
આ પણ વાંચો : દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ દ્વારા ઓક્સિજનના 100 બેડની સુવિધા સાથેની કોવિડ કેર હોસ્પિટલ ઉભી કરાઈ
રાજકોટમાં 50 બેડની નિ:શુલ્ક કોવિડ કેર હોસ્પિટલ શરૂ
3 ટન ઓક્સિજન ફાળવવામાં આવે તો તમામ 500 બેડની સુવિધા શરૂ થઇ શકેઉદ્યોગપતિ પરાક્રમસિંહ જાડેજાએ મીડિયા સમક્ષ વધુમાં જણાવ્યું હતું કે, ઓક્સિજનની અછતને ધ્યાનમાં રાખીને ઓક્સિજન પ્લાન્ટ પણ લગાવવામાં આવ્યો છે. જો વહીવટી તંત્ર દ્વારા 3 ટન ઓક્સિજન ફાળવવામાં આવે તો તમામ 500 બેડની સુવિધા શરૂ થઇ શકે તેમ છે. દર્દીઓને દાખલ કરવા માટે કોવિડ સેન્ટર દ્વારા હેલ્પ લાઇન નંબર 12 પર ઓપરેટરને બેસાડવામાં આવ્યા છે. જેથી આસાનીથી દર્દીઓ દાખલ થઇ શકે છે. હોસ્પિટલ પાસે ICUની સુવિધા ન હોવાથી ક્રિટીકલ દર્દીઓને દાખલ કરવામાં આવતા ન હોવાનું જણાવ્યું હતું.
રાજકોટમાં 50 બેડની નિ:શુલ્ક કોવિડ કેર હોસ્પિટલ શરૂ
આ પણ વાંચો : CM રૂપાણીના હસ્તે સુરતમાં કોવિડ કેર હોસ્પિટલનું લોકાર્પણ કરાયું જરૂરિયાત મુજબ મંજૂરી અને રિસોર્સ સાથે 500 બેડ વ્યવસ્થા ગોઠવાશે
રાજકોટમાં 50 બેડની નિ:શુલ્ક કોવિડ કેર હોસ્પિટલ શરૂ

શહેરની SNK સ્કૂલ ખાતે કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. 50 દાખલ થનારા દર્દીને સારવાર માટે એક રૂપિયો ચૂકવવો પડશે નહીં. તેમજ રહેવા, જમવા અને દવા સહિતની તમામ સુવિધા ફ્રીમાં આપવામાં આવશે. 50 બેડની ઓક્સિજનયુક્ત સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં જરૂરિયાત મુજબ મંજૂરી અને રિસોર્સ સાથે 500 બેડ સુધીની વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details