રાજકોટઃ ગોંડલ તાલુકાના શેમળા ગામે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે એલ.સી.બી પોલીસે દરોડો પાડી કોટડા સાંગાણી પૂર્વ ભાજપ મહામંત્રી સહિત 9 પત્તા પ્રેમીઓને સાડા ચાર લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.
ગોંડલમાં કોટડા સાંગાણીના પૂર્વ ભાજપ મહામંત્રી સહિત 9 શખ્સો જુગાર રમતા ઝડપાયા - ગુજરાતી સમાચાર
ગોંડલ તાલુકાના શેમળા ગામે કોટડા સાંગાણીના પૂર્વ ભાજપ મહામંત્રી સહિત 9 શખ્સને જુગાર રમતા LCBએ ઝડપી લીધા છે.
રાજકોટ એલસીબી ટીમે શેમળાના ગિરિરાજસિંહ વિક્રમસિંહ જાડેજાની વાડીમાં દરોડો પાડ્યો હતો. જેમાં જુગાર રમતા ગીરીરાજસિંહ વિક્રમસિંહ જાડેજા, જયંતી ભોવાનભાઇ સદાદીયા, દિલાવર ઉફૅ દિલો કાદરભાઇ ઠેબા, રસીદ ઉર્ફે દાદુભાઇ ઉંમરભાઇ મલેક, સંજય વેલજીભાઇ પેઢલીયા, રવીરાજ જયુભાઇ રાઠોડ રજપુત, ધર્મેશ નાનજીભાઇ બાબરીયા, સુનીલ દિલાભાઇ સોંદરવા, કોટડા સાંગાણીના પૂર્વ ભાજપ મહામંત્રી અમીત જયંતીભાઇ પડારીયાને ઝડપી પાડ્યાં હતાં.
આ લોકો પાસેથી રોકડા 1,30,900, મોબાઈલ, વાહનો મળી કુલ 4,51,900નો મુદ્દામાલ સાથે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.