ગુજરાત

gujarat

ETV Bharat / state

વીંઝિવડ ગામની સીમમાં જુગાર રમતા 8 પતાપ્રેમીઓ ઝડપાયા, 1 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે - પોલીસ વડા બલરામ મીણા

ગોંડલ તાલુકાના વીંઝિવડ ગામની સીમમાં જુગાર રમતા 8 પતા પ્રેમીઓની પોલીસને બાતમી મળતા તેના આધારે દરોડા પાડ્યા હતા અને પતા પ્રેમીઓને ઝડપી પાડીને કુલ મળીને રૂપિયા 1,32,800નો મુદ્દામાલ કબ્જે કરી જુગારધારા કલમ 12 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વીંઝિવડ ગામની સીમમાં જુગાર રમતા 8 પતાપ્રેમીઓ ઝડપાયા, 1.32.800નો મુદ્દામાલ કબ્જે
વીંઝિવડ ગામની સીમમાં જુગાર રમતા 8 પતાપ્રેમીઓ ઝડપાયા, 1.32.800નો મુદ્દામાલ કબ્જે

By

Published : Jun 22, 2020, 2:42 PM IST

રાજકોટઃ ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા બલરામ મીણાની સૂચના મુજબ ગોંડલ DYSP પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના PSI ટી.એસ.રિઝવી તથા HC પી.કે.સૈની, પી.બી.વાલાણી, કૃષ્ણરાજસિંહ જાડેજા, મહિપાલસિંહ ચુડાસમા, પ્રતિપાલસિંહ રાણા બાતમીના આધારે દરોડો પાડી કુલ 8 શખ્સો સંજય ભીખુભાઇ ડેર, હરસુખ રણછોડભાઈ સાવલિયા, વીનું ખીમજીભાઈ રાઠોડ, રાજુ અરજણ ગરણિયા, પંકજ ઠાકરશીભાઈ ભુવા, મેહુલ ભીખુભાઇ ખોરાસિયા, વિજય વિક્રમભાઈ ખોરાસિયા, લાલજી નાનજીભાઈ ઉઘાડ રહે બધા વીંઝીવડ વાળાઓ પાસેથી કુલ રોકડ રૂપિયા 76.300/- તથા 7 મોબાઈલ કિંમત રૂપિયા 31.500/- તથા બે મોટર સાયકલ કિંમત રૂપિયા 25,000/- કુલ મળીને રૂપિયા 1.32.800નો મુદ્દામાલ કબ્જે કરી જુગારધારા કલમ 12 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details