- રાજકોટમાં જુગારીઓ ઝડપાયા
- રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને સફળતા
- જુગાર રમવા માટેના 97 ટોકન કર્યા કબ્જે
રાજકોટમાંથી ટોકન દ્વારા તીનપતિનો જુગાર રમતી 1 મહિલા સહિત 8 શખ્સો ઝડપાયા - રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને વધુ એક સફળતા મળી છે. જેમાં એક મહિલા સહિત કુલ-8 ઇસમોને રોકડા કુલ રૂપિયા 53,630 ના મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. જેના દ્વારા ભેગા મળીને ટોકન આધારિત ગંજીપતા વડે તીનપતિનો જુગાર રમતા હતા. જે અંગેની બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચે જાગનાથ પ્લોટ વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાં દરોડો પાડીને શખ્સોની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથધરી છે.
રાજકોટઃ શહેરની ક્રાઇમ બ્રાન્ચને વધુ એક સફળતા મળી છે. જેમાં એક મહિલા સહિત કુલ-8 ઇસમોને રોકડા કુલ રૂપિયા 53,630 ના મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. જેના દ્વારા ભેગા મળીને ટોકન આધારિત ગંજીપતા વડે તીનપતિનો જુગાર રમતા હતા. જે અંગેની બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચે જાગનાથ પ્લોટ વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાં દરોડા પાડીને શખ્સોની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથધરી છે.
જુગાર રમવા માટેના 97 ટોકન કર્યા કબ્જે
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઘટના સ્થળેથી રુપિયા 34,630 રોકડા તેમજ મોબાઇલ ફોન નંગ-7 જેની કિંમત 19,000 તથા ટોકન નંગ-97 કિંમત 20/00 ગણી એમ કુલ રુપિયા 53,630 નો મુદામાલ કબ્જે કર્યો છે. જ્યારે આ ઈસમો શહેરના જાગનાથ પ્લોટ નં.-22, પુષ્કર એપાર્ટમેન્ટ, બ્લોક નં.-8/2માં જુગાર રમતા ઝડપાયા હતા. જેમાંથી કેટલાક ઈસમો અગાઉ પણ પોલીસ ચોપડે ચડી ચુક્યા છે.
એક મહિલા સહિત 8 જુગારીઓ ઝડપાયા
- સાહલ દિલીપભાઇ તન્ના
- ધીરૂભાઇ મનજીભાઇ કોરાટ પટેલ
- કમલેશભાઇ જીવણભાઇ પરમાર
- જીવણભાઇ બેચરભાઇ પરમાર
- હસમુખભાઇ મગનભાઇ પીત્રોડા
- પ્રફુલ્લભાઇ લીલારામ નિમાવત
- કિશોરભાઇ મગનભાઇ ઠકકર
- સોોનલબેન વા/ઓ નટવરલાલ મગનભાઇ વરસાણી