- 24 કલાકમાં કોરોનાની સારવાર લઈ રહેલા 76 જેટલા દર્દીઓના મોત
- કોવિડ કમિટી રિપોર્ટ દ્વારા માત્ર 14 દર્દીઓના જ કોરોનાના કારણે મોત
- કોરોનાના 500 કરતા વધુ નવા પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા
રાજકોટ : જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાની સારવાર લઈ રહેલા 76 જેટલા દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા છે. જ્યારે રવિવારે 72 જેટલા દર્દીઓના કોરોનાના કારણે મોત થયા હતા. જેમાંથી કોવિડ કમિટી રિપોર્ટ દ્વારા માત્ર 14 દર્દીઓના જ કોરોનાના કારણે મોત થયાનું જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટમાં દરરોજ કોરોનાના 500 કરતા વધુ નવા પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે હવે મૃત્યુઆંક દરરોજ 70થી વધુ થઈ રહ્યો છે. રાજકોટમાં સતત દર્દીઓના મોત થવાના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.