રાજકોટ :રાજકોટ જિલ્લાના અંદાજિત 700 જેટલા કર્મચારીઓમાં આજે પંચાયત ભવન ખાતે એકઠા થયા હતા અને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યો હતો. જ્યારે કર્મચારીઓની માંગ છે કે તેમને માસિક વેતન સમયસર આપવામાં આવતું નથી. તેમજ વિવિધ ચાર જેટલી માંગોને લઈને આજે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. જ્યારે જિલ્લા તમામ આરોગ્ય કર્મચારીઓ એક દિવસની માસ CL પર ઉતરીને રાજકોટ જિલ્લા પંચાયત ખાતે એકઠા થયા હતા. તેમજ તેમની માંગણીઓ તાત્કાલિક પૂર્ણ કરવાની તંત્રને રજૂઆત કરી છે.
Rajkot Health Worker Protest : રાજકોટ જિલ્લાના આરોગ્યકર્મીઓએ પંચાયત ભવન ખાતે મોરચો માંડ્યો, શું છે કર્મચારીઓની માંગ ? - કોરોના વોરિયર્સનું ભથ્થું
રાજકોટ જિલ્લામાં આરોગ્ય વિભાગના 700 જેટલા કર્મચારીઓએ આજે રાજકોટ જિલ્લા પંચાયત ખાતે મોરચો માંડ્યો હતો. આ તમામ આરોગ્યકર્મીઓ એક દિવસની માસ CL પર ઉતરીને પોતાની માંગણીઓ સાથે ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. ત્યારે જાણો શું છે આરોગ્ય કર્મચારીઓની માંગ...
Published : Oct 16, 2023, 5:55 PM IST
આરોગ્યકર્મીઓની માંગ :આ અંગે રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્યકર્મી સહદેવ ડાંગરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે જિલ્લા પંચાયતના અંદાજિત 700 જેટલા કર્મચારીઓ એક દિવસની માસ CL મૂકીને અહીંયા એકઠા થયા છીએ. આ તમામ કર્મચારીઓના 4 મુખ્ય મુદ્દા છે. જેમાં છેલ્લા ઘણા મહિલાઓથી અમારો પગાર રેગ્યુલર થતો નથી માટે રેગ્યુલર પગાર, જ્યારે ગત વર્ષે સરકાર દ્વારા 130 દિવસનું કોરોના વોરિયર્સનું ભથ્થું, તેમજ જે ફિક્સેશનના કર્મચારીઓને 4 હજારનું ભથ્થું આપવાનું થાય છે તે પણ તંત્રએ આપ્યું નથી. જ્યારે અમારો ચોથો મુદ્દો છે ઉચ્ચતરનો જે પણ અટકેલો છે. આ તમામ માંગણીઓની અમે વારંવાર રજૂઆત લેખક અને મૌખિક કરી છે. છતાં પણ તંત્ર હજુ સુધી આ મામલે કોઈ ધ્યાન આપતું નથી. ત્યારે તમામ કર્મચારીઓ એક દિવસની માસ CL મૂકીને અહીંયા એકઠા થયા છીએ.
આરોગ્ય અધિકારીનો જવાબ : આ મામલે રાજકોટ જિલ્લા પંચાયતના ઇન્ચાર્જ આરોગ્ય અધિકારીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આરોગ્ય કર્મચારીઓ આજે એક દિવસની માસ CL પર છે. જ્યારે તેમનો મુખ્ય પ્રશ્ન પગારનો છે. ત્યારે આજે પગાર થઈ જશે તેવું અમારું માનવું છે. અત્યાર સુધી મેન્યુઅલી પગાર થયો હતો, પરંતુ હવે સોફ્ટવેરમાં કર્મચારીઓની એન્ટ્રી કરવામાં આવે છે અને ત્યારબાદ પગાર થાય છે. તેમજ પંચાયતમાં ગ્રાંટ અભાવે પણ આ પગારની સમસ્યા સર્જાય છે. પરંતુ આજે તમામ કર્મચારીઓનો પગાર થઈ જશે. હાલમાં જિલ્લા પંચાયતમાં પણ વહીવટી સ્ટાફ પણ ઓછો છે જેના માટે આ બધી સમસ્યાઓ પડી રહી છે. ત્યારે વહીવટી સ્ટાફ આવ્યા બાદ તમામ સમસ્યાઓનું નિરાકરણ આવી જશે.