ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં 24 કલાકમાં 69 દર્દીના મોત, બપોર સુધીમાં 500થી વધુ પોઝિટિવ કેસ - Health department

રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં 500થી વધુ કેસ નોંધાયા છે. શહેરમાં આજે શનિવારે 69 દર્દીના મોત થયા છે. તેનો આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે. 400થી 500 કોરોના પોઝિટિવ દર્દીનો ઉમેરો જોવા મળે છે.

રાજકોટમાં કોરોનાના વધતા કેસ
રાજકોટમાં કોરોનાના વધતા કેસ

By

Published : May 1, 2021, 3:20 PM IST

  • કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં 500થી વધુ કેસ નોંધાયા
  • શહેરમાં કોરોનાથી ગઈકાલે 57 દર્દીના મોત થયા
  • બપોર સુધીમાં 500થી વધુ કેસ પોઝિટિવ નોંધાયા

રાજકોટ :શહેરમાં કોરોનાનો કાળો કહેર શહેરમાં કેસમાં ઉછાળો જોવા માળ્યો છે. આજે શનિવારે બપોર સુધીમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં 500થી વધુ કેસ નોંધાયા છે. જયારે કોરોનાથી ગઈકાલે 57 દર્દીના મોત થયા હતા. જ્યારે કોવિડ ડેથ ઓડિટ કમિટી દ્વારા કોરોનાની સારવાર દરમિયાન 14 લોકોના મોત જાહેર કર્યા છે. રાજકોટ શહેરમાં આજે શનિવારે 69 દર્દીના મોત થયા છે. તેનો આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે. કોરોના કેસની સાથોસાથ આજે રાજકોટમાં મોતમાં પણ વિસ્ફોટ થયો છે. આથી આરોગ્ય વિભાગ દોડતું થયું છે.

આ પણ વાંચો - રાજકોટમાં વેક્સિનેશન કાર્યક્રમનો શુભારંભ

શહેરની હોસ્પિટલમાં 4,075 દર્દી સારવાર હેઠળ

શહેરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 33,525 પાર કરી ચુક્યો છે. તેમજ શહેરની હોસ્પિટલમાં 4,075 દર્દી સારવાર હેઠળ છે. ગઈકાલે 726 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. તેમજ હાલ 370 દર્દી હોમ આઇસોલેશન હેઠળ છે. ત્યારે દિનપ્રતિ દિન 400થી 500 કોરોના પોઝિટિવ દર્દીનો ઉમેરો જોવા મળે છે. જયારે કોરોનાથી ગઈકાલે 57 દર્દીના મોત થયા હતા. જ્યારે કોવિડ ડેથ ઓડિટ કમિટી દ્વારા કોરોનાની સારવાર દરમિયાન 14 લોકોના મોત જાહેર કર્યા છે.

આ પણ વાંચો - સૌરાષ્ટ્ર કચ્છના ત્રણ જિલ્લાઓ માટે 75 હજાર કોરોના વેક્સિનના ડોઝની ફાળવણી

ABOUT THE AUTHOR

...view details