- રાજકોટમાં કોરોનાથી સ્થિતિ ખૂબ ખરાબ
- રાજકોટમાં 24 કલાકમાં 67 દર્દીઓના થયા મોત
- 12 વાગ્યા સુધીમાં 166 પોઝિટિવ કેસ નોંધાયા
રાજકોટ :સમગ્ર દેશમાં જે રીતે કોરોનાના કહેર જોવા મળી રહ્યો છે. પહેલા અને બીજા તબક્કા કરતા ત્રીજા તબક્કાએ દેશ અને દુનિયાને પોતાના ભરડામાં લીધી છે. રાજકોટમાં કોરોનાની સ્થિતિ ખૂબ જ ખરાબ બની છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન 67 પોઝિટિવ દર્દીઓના થયા મોત થયા છે. જ્યારે સમગ્ર મોત અંગેનો આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે. હાલ રાજકોટમાં 12 વાગ્યા સુધીમાં 166 પોઝિટિવ કેસ નોંધાયા છે.
આ પણ વાંચો : ગાંધીનગરના 2 સ્મશાનમાં એક જ દિવસમાં 31 કોરોના સંક્રમિત મૃતદેહોની અંતિમવિધિ કરાઈ
રાજકોટમાં ગઇકાલે 59 દર્દીના મોત થયા
રાજકોટમાં ગઇકાલે 59 દર્દીના મોત થયા છે. જે પૈકી 11 દર્દીના કોરોનાથી મોત થયા છે. તેવું ડેથ ઓડિટ કમિટી દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. શહેરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 166 પર પોહચી ગયો છે. દિનપ્રતિ-દિન પોઝિટિવ સંખ્યામાં વધારો જોવા મળે છે. ગઇકાલે બપોર સુધીમાં નવા 166 કેસ નોંધાયા છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 36,990 પર પહોંચી છે. તેમજ અલગ-અલગ હોસ્પિટલમાં 3,544 દર્દી સારવાર હેઠળ છે.