મનપાના વિપક્ષી નેતા વશરામ સગઠિયા દ્વારા પત્રકાર પરિષદ બોલાવીને શહેરના અલગ અલગ 13 જેટલી હોસ્પિટલમાં ડેન્ગ્યુના 615 જેટલા કેસ પોઝિટિવ હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.
રાજકોટમાં 15 દિવસમાં ડેન્ગ્યુના 615 કેસ, આરોગ્ય વિભાગે ખોટા આંકડા રજૂ કર્યાઃ કોંગ્રેસ - dengue case in rajkot
રાજકોટઃ કલેક્ટર અને મેયર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ જિલ્લામાં ડેન્ગ્યુના 274 કેસ નોંધાયા છે. જ્યારે કૉંગ્રેસ દ્વારા જાહેર કરાયેલ આંકડા મુજબ 615 ડેન્ગ્યુના કેસ નોંધાયા છે. મનપાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં ડેન્ગ્યુના કેસના આંકડા છુપાવતા હોવાનો આક્ષેપ વિપક્ષે કર્યો છે.
615-dengue-case-in-rajkot
શહેરમાં ડેન્ગ્યુના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં રસ્તાઓની હાલત ખરાબ છે. ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. જેથી મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો છે. ડેન્ગ્યુ ઍડિસ ઈઝિપ્તિ નામના મચ્છર કરડવાથી થાય છે. જે સંગ્રહિત પાણીના કારણે ફેલાય છે. મોટા શહેરમાં રોગચાળો વકર્યો છે. તાજેતરમાં જિલ્લામાં પાણીજન્ય રોગચાળો પણ વધ્યો છે.
આમ છતાં, તેની સામે નક્કર પગલાં લઈ લોકોને સુરક્ષિત કરવાને બદલે મનપા દ્વારા ડેન્ગ્યુના ખોટા આંકડા રજૂ કરાતાં હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે.