ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોનાને હરાવતી ચુલબુલી ૮ વર્ષીય રાજકોટની દેવાંશી

રાજકોટ શહેરમાં કોરોનાથી નાનાથી લઇને મોટા સુધીનાઓને પોતીની ઝપેટમાં લઇ લીધા છે. ત્યારે રાજકોટની 8 વર્ષીય દેવાંશી કાતરીયા પણ દાદા દાદીની સાથે કોરોનાની ઝપેટમાં આવી ગઇ હતી.

corona
કાલી-ઘેલી વાતો અને દાદા-દાદીની આજ્ઞાનું પાલન કરી કોરોનાને હરાવતી ચુલબુલી ૮ વર્ષીય રાજકોટની દેવાંશી

By

Published : Nov 7, 2020, 9:49 AM IST

  • રાજકોટની ચુલબુલી ૮ વર્ષીય દેવાંશીએ કોરોનાને આપી માત
  • દાદા-દાદી સાથે દેવાંશી પણ કોરોના પોઝિટિવ
  • દેવાંશીએ બહાદુરી અને સમજદારીભર્યા વ્યવહારથી કોરોનાને હરાવ્યો

રાજકોટ : શહેરમાં કોરોનાએ નાનાથી લઇને મોટા સુધીનાઓને પોતીની ઝપેટમાં લઇ લીધા છે. ત્યારે રાજકોટની 8 વર્ષીય દેવાંશી કાતરીયા પણ દાદા દાદીની સાથે કોરોનાની ઝપેટમાં આવી હતી. આ વિશે જ્યારે દેવાંશીને પૂછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું કે, હું રમકડાંથી રમતી, બાળગીત-બાળવાર્તા સાંભળતી, નર્સ દીદી જોડે વાતો કરતી, મારા મમ્મી-પપ્પા જોડે વીડિયોમાં વાત કરતી. મને બહુ જ મજા આવી. દાદાએ મારો રાસ લેતો વીડિયો પણ ઉતાર્યો છે. દાદી કહેતા એમ હું બધું કરતી." આ કાલી-ઘેલી વાતો કરનારી દેવાંશીએ કોરોનાને હરાવી માત આપી હતી.

દાદા- દાદી અને પૌત્રી, ત્રણેયને એક સાથે આવ્યો પોઝિટિવ રિપોર્ટ

આ અંગે ધનજીભાઈ કાતરીયાએ જણાવ્યું હતું કે, રાત્રીના બે-અઢી વાગ્યે મને, મારા પત્નિ મુક્તાબેન અને 8 વર્ષીય પૌત્રી દેવાંશીને શરદી, તાવ અને ઉધરસના લક્ષણો દેખાયા હતા. પૌત્રી નાની હોવાથી તેની ચિંતા થતાં અમે નજીકના આરોગ્ય કેન્દ્રમાં ગયાં અને અમારા ત્રણેયનો એન્ટીજન ટેસ્ટ કરાવ્યા. ટેસ્ટ પોઝિટિવ આવતાંની સાથે જ બે દિવસ હોમ આઈસોલેશનમાં રહ્યા. પરંતુ તબિયત ન સુધરતાં કોવિડ કેર સેન્ટરમાં દાખલ થયાં. આરોગ્ય કર્મીઓની સારવાર અને પૌત્રીના પોઝિટિવ વ્યવહારે અમને ટુંક સમયમાં કોરોના નેગેટિવ કરી દીધા. અત્યારે અમે લોકો એકદમ સ્વસ્થ છીએ

8 વર્ષની દેવાંશી પણ કરતી હતી યોગા

ચુલબુલી પૌત્રી દેવાંશીના બહાદુરી અને સમજદારીભર્યા વ્યવહાર અંગે વાતો કરતાં ધનજીભાઈએ કહ્યું હતું કે, "સ્વાસ્થ્ય માટે યોગ-પ્રાણાયમ ફાયદાકારક છે, આથી સારવાર દરમિયાન હું યોગા કરતો તો મારી પાસે આવીને દેવાંશી પણ યોગા કરવા બેસી જતી. હોમ આઈસોલેશમાં બે દિવસ રહ્યા તો અમે કહેતા તેમ તે કરતી. દિકરી અમારૂં કહ્યું બધું માનતી અને કોઈ પણ તોફાન કર્યા વગર પથારીમાં એકલી સુવા માટે તૈયાર થઈ ગઈ હતી. અમે કહેતા કે, કોરોનાને હરાવવો છે ને તો ફટાફટ દવા પી લે અને તે દવા લઈ પણ લેતી."

દાદા-દાદીની આજ્ઞાનું પાલન કરી કોરોનાને માત આપી

ધનજીભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, દેવાંશીના મમ્મી સર્વિસ કરે છે. પહેલા તો દિકરી કોરોનાથી સંક્રમિત થઈ તે સાંભળીને રડવા લાગ્યા હતા પરંતુ દિકરી જોડે રોજ વીડિયો કોલિંગમાં વાતો કરી, તેના સકારાત્મક વ્યવહાર જોઈ તેના મમ્મીને પણ ભરોસો આવી ગયો કે, દેવાંશી જલ્દી સ્વસ્થ થઈ જશે. આમ 8 વર્ષીય દેવાંશીએ દાદા-દાદીની આજ્ઞાનું પાલન કરી કોરોનાને માત આપી અને સાથો સાથ દાદા-દાદીની પરોક્ષરૂપે પ્રેરણા બનીને તેમને પણ ટુંક સમયમાં કોરોના નેગેટિવ બનાવ્યા.

ABOUT THE AUTHOR

...view details