ગુજરાત

gujarat

ETV Bharat / state

Caught gambling in Rajkot : રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ નાગદાન ચાવડાના પુત્ર સહિત 6 લોકો જુગાર રમતા ઝડપાયા - Caught gambling in Rajkot

રાજકોટમાં તાલુકા પોલિસએ આજે જૂગારધામ પર દરોડા પાડ્યો હતો, જેમાં ભાજપ પૂર્વ જિલ્લા પ્રમુખના પુત્ર સહિત 6 લોકો જૂગાર રમતા રંગેહાથે પકડાયા હતા. જેમના વિરોધ પોલિસે જુગારધારા હેઠળ કલમો નોંધી છે.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Gujarati Team

Published : Aug 25, 2023, 7:04 PM IST

રાજકોટ :હાલમાં શ્રાવણ મહિનો શરૂ છે. તેવામાં રાજકોટ સહિતના વિસ્તારોમાં મોટાભાગના લોકો પોલીસની મીઠી નજર હેઠળ જુગાર રમવાનું શરૂ કર્યું છે. રાજકોટ તાલુકા પોલીસે શહેરના કાલાવડ રોડ ઉપર આવેલા પારિજાત કોમ્પલેક્ષમાં દરોડો પાડ્યો હતો. જે દરમિયાન જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ એવા નાગદાન ચાવડાનો પુત્ર મનવીર ચાવડા સહિત છ જેટલા શખ્સો જુગાર રમતા ઝડપાયા હતા. આ તમામ લોકોની તાલુકા પોલીસે ધરપકડ કરી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખનો પુત્ર જુગાર રમતા ઝડપવાની વાત સામે આવતા શહેરભરમાં ચકચારમચી જવા પામ્યો છે.

6 લોકો જુગાર રમતા પકડાયા : સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલા પારિજાત કોમ્પલેક્ષની અગાસી ઉપર જુગાર રમાઈ રહ્યો હોવાથી તાલુકા પોલીસને બાતમી મળી હતી. આ બાતમીના આધારે તાલુકા પોલીસની ટીમ દ્વારા અહીંયા દરોડો પાડવામાં આવ્યો હતો. જે દરમિયાન છ જેટલા શખ્સો અહીંયા જુગાર રમતા ઝડપાયા હતા. જેમાં જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખનો પુત્ર મનવીર ચાવડા, સુરેશ કાલરીયા, પ્રશાંતસિંહ વાઘેલા, રાજુ જટાણીયા, પ્રિયાંક ડઢણીયા અને મિહિર કનેરીયાનો સમાવેશ થાય છે. જ્યારે આ તમામ લોકોને તાલુકા પોલીસે ધરપકડ કરી છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે. છેલ્લા કેટલાક સમયથી અહીંયા જુગાર રમાઈ રહ્યો હતો. જેના કારણે સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો છે.

પોલિસે તપાસ હાથ ધરી : તાલુકા પોલીસની વધુ પૂછપરછમાં સામે આવ્યું છે કે, પારિજાત કોમ્પલેક્ષની અગાસી ઉપર કપડાનો શોરૂમ ધરાવતો સુરેશ કાલરીયા નામનો શખ્સ અહીંયા જુગાર ક્લબ ચલાવતો હતો. જ્યારે તાલુકા પોલીસે અહીંથી રોકડા રૂપિયા ત્રણ લાખથી વધુ અને બેકાર, મોબાઇલ સહિત નવ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. ત્યારે રાજકોટ જિલ્લા ભાજપના આગેવાનનો પુત્ર જુગાર રમતા ઝડપાયા હોવાની વાત સામે આવ્યા બાદ જિલ્લા ભાજપમાં પણ દોડધામ મચી જવા પામે છે. હાલ આ સમગ્ર મામલે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી છે.

  1. Rajkot Crime : પુત્રના નવાબી શોખમાં દેવુ થઈ જતા પિતા બન્યા ભોગ
  2. Ahmedabad Crime : જુગાર સહિતના અનેક કેસમાં વોન્ટેડ આરોપીની ધરપકડ, સાયબર ક્રાઈમે એલિસબ્રિજ પોલીસને હવાલે કર્યો

ABOUT THE AUTHOR

...view details