ગુજરાત

gujarat

ETV Bharat / state

Covid-19: રાજકોટ મનપા કચેરીમાં 6 કર્મચારીઓ માસ્ક વગર ઝડપાયા - રાજકોટમાં કોરોના વાઇરસના કેસ

સમગ્ર વિશ્વ કોરોના વાઇરસની મહામારી સહન કરી રહ્યો છે. ત્યારે આ વચ્ચે રાજકોટમાં પ્રશાસનના સભ્યો દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. રાજકોટ મનપા કચેરીમાં 6 કર્મચારીઓ માસ્ક વગર ઝડપાયા હતા.

Etv Bharat, Gujarati News, Covid 19, Rajkor News
Rajkor News

By

Published : May 6, 2020, 11:57 AM IST

Updated : May 6, 2020, 1:00 PM IST

રાજકોટઃ વિશ્વમાં કોરોના વાઇરસની મહામારીના કારણે હાહાકાર મચ્યો છે. એવામાં ભારતમાં પણ કોરોના વાઈરસ હવે બેકાબૂ થઈ રહ્યો છે. જેને રાજ્યના મોટાભાગના શહેરોમાં ફરજિયાત માસ્ક લોકોને પહેરવાનું કહેવામાં કહેવામાં આવ્યું છે. ત્યારે રાજકોટમાં પણ લોકોને ઘરની બહાર નીકળતા સમયે માસ્ક અથવા મોં પર રૂમાલ ફરજિયાત બાંધવાનો મનપા દ્વારા આદેશ જાહેર કરાયો છે. પરંતુ રાજકોટ મનપાની સેન્ટ્રલ ઝોનની કચેરીમાં જ કેટલાક કર્મચારીઓ વગર માસ્ક વગર કામ પર આવ્યા હતા.

જે અંગે મનપા કમિશ્નરને જાણ થતાં તેમના દ્વારા કર્મચારીઓને દંડ ફટકારવામાં આવ્યો હતો. 6 જેટલા કર્મચારીઓ પાસેથી 1-1 હજારનો દંડ વસુલવામાં આવતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો.

ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં મનપાની ટીમ દ્વારા દરરોજ અલગ અલગ વિસ્તારમાં તપાસ કરવામાં આવી રહી છે અને માસ્ક ન પહેરનારા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Last Updated : May 6, 2020, 1:00 PM IST

ABOUT THE AUTHOR

...view details