ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટના ગોંડલમાં જુદા જુદા વિસ્તારોમાં 53 નવા રસ્તા બનાવાશે - ગોંડલ નગરપાલિકાત

સૌરાષ્ટ્રમાં રોલ મોડલ બનતી ગોંડલ નગરપાલિકા વધુ સાડા સાત કરોડના ખર્ચે રોડ રસ્તા બનાવશે. સિમેન્ટના રાજમાર્ગો સહિત રોડ રસ્તાની સુવિધામાં સૌરાષ્ટ્રમાં ગોંડલ નગરપાલિકા અગ્રેસર છે. અત્યાર સુધીમાં રૂપિયા 40 કરોડના ખર્ચે શહેરમાં સિમેન્ટ રોડ તૈયાર થયાં બાદ તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા વધુ મંજૂરી મળી છે. આ ઉપરાંત ગોંડલમાં અદ્યતન સ્ટેડિયમ બનાવવા સરકારે લીલી ઝંડી આપી દીધી છે.

રાજકોટના ગોંડલમાં જુદા જુદા વિસ્તારોમાં 53 નવા રસ્તા બનાવાશે
રાજકોટના ગોંડલમાં જુદા જુદા વિસ્તારોમાં 53 નવા રસ્તા બનાવાશે

By

Published : Oct 9, 2020, 10:32 PM IST

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં રોલ મોડલ બનતી ગોંડલ નગરપાલિકા વધુ સાડા સાત કરોડના ખર્ચે રોડ રસ્તા બનાવશે. સિમેન્ટના રાજમાર્ગો સહિત રોડ રસ્તાની સુવિધામાં સૌરાષ્ટ્રમાં ગોંડલ નગરપાલિકા અગ્રેસર છે. અત્યાર સુધીમાં રૂ. 40 કરોડના ખર્ચે શહેરમાં સિમેન્ટ રોડ તૈયાર થયાં બાદ તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા વધુ મંજુરી મળી છે. આ ઉપરાંત ગોંડલમાં અદ્યતન સ્ટેડિયમ બનાવવા સરકારે લીલી ઝંડી આપી દીધી છે. ધારાસભ્ય ગીતાબા જાડેજા, નગરપાલિકા પ્રમુખ અશોક પીપળિયા, ઉપ પ્રમુખ અર્પણા આચાર્ય દ્વારા બાકી રહેતાં રોડ રસ્તા માટે સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી, જે અંતર્ગત સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સાડા સાત કરોડની ફાળવણી કરવામાં આવી છે.

રાજકોટના ગોંડલમાં જુદા જુદા વિસ્તારોમાં 53 નવા રસ્તા બનાવાશે

શહેરના જુદા જુદા વિસ્તારોમાં કુલ 53 જેટલા સીસી, આરસીસી તથા ડામર રોડ બનાવાશે. આ સાથે કોલેજ ચોકથી બસસ્ટેન્ડ સુધી આરસીસી રોડ બનશે. ગોંડલ નગરપાલિકાના પ્રમુખ અશોક પીપળિયા, અર્પણા આચાર્યએ જણાવ્યું કે, શહેરના વિવિધ વિકાસ કાર્યો માટે ધારાસભ્ય ગીતાબા જાડેજા તથાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની તાકીદની રજૂઆત રંગ લાવી છે. નવા રોડ રસ્તાની મંજૂરી સાથે મુખ્ય રાજમાર્ગોની ફૂટપાથો અને સ્મશાનરુમ તથા ભઠ્ઠી માટે અલગથી સાડા ચાર કરોડ મંજૂર થયાં છે.

ક્રિકેટ રમતમાં ગોંડલ આગવું સ્થાન ધરાવે છે. રણજી ટ્રોફી સહિત ગોંડલે અનેક ક્રિકેટરો આપ્યા છે ત્યારે ક્રિકેટને વધુ ઉતેજન મળે તે હેતુથી ગોંડલમાં અદ્યતન સ્ટેડિયમ બનાવવા સરકારે પરવાનગી આપી દીધી છે. સ્ટેડિયમ માટે જમીન અંગે પાલિકા તંત્ર દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, આ પહેલા રૂ. 40 કરોડના ખર્ચે રોડ રસ્તાના કામ પૂરા કરાયા છે. ગોંડલમાં અદ્યતન એસી ટાઉનહોલ, સાયન્સ સેન્ટર, સ્વિમિંગ પૂલ, ભગવત ગાર્ડન સહિતના વિકસલક્ષી કાર્યોથી ગોંડલ સૌરાષ્ટ્રમાં 'રોલ મોડેલ' બન્યું છે.

ABOUT THE AUTHOR

...view details