ગુજરાત

gujarat

ETV Bharat / state

આંતરરાષ્ટ્રીય યોગ દિને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 5000 લોકો યોગમાં જોડાશે - GUJARATI NEWS

રાજકોટઃ 21 જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાય છે. આ વર્ષે રાજકોટમાં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રાંગણમાં 5 હજાર લોકો યોગ કરી શકે તે પ્રમાણે આયોજન ચાલી રહ્યું છે. આ સમગ્ર કાર્યક્રમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ નીતિન દેશાણી અને ઉપકુલપતિના માર્ગદર્શન હેઠળ યોજાશે.

ફાઇલ ફોટો

By

Published : May 31, 2019, 4:28 AM IST

21 જુનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાય છે. ત્યારે વિશ્વમાં 21 જૂનના રોજ મોટાભાગના લોકો સામુહિક રીતે યોગા કરીને આ દિવસની ઉજવણી કરતા હોય છે. જેને લઈને રંગીલા રાજકોટમાં પણ આ વર્ષે એક સાથે 5 હજાર લોકો 21 જૂનના રોજ યોગા કરશે.

આ સમગ્ર કાર્યક્રમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે યોજાશે. જેમાં અલગ-અલગ પ્રતિષ્ઠિત સંસ્થાઓના લોકો, દિવ્યાંગ બાળકો, સિનિયર સીટીઝન, મહિલાઓ અને શાળાઓના વિદ્યાર્થીઓ તમામ લોકો સાથે મળીને સામુહિક યોગા કરવામાં આવશે. જેને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જોરશોરથી તૈયારીઓ શરૂ કરાઇ છે. જેમાં એલઇડી સ્ક્રીન મુકવામાં આવશે. સાથે જ યોગ દરમિયાન કોઈને મેડિકલ ઇમરજન્સીની જરૂર પડે તો તે માટેની ટિમ સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details