ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot: દિવાળી પહેલા ભેળસેળિયા બેફામ, રાજકોટમાંથી 500 કિલો વાસી માવો ઝડપાયો - Ahead of Diwali 500 kg of stale mao was seized from Rajkot food department Rmc health department Rmc

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા 500 કિલો જેટલો વાસી માવાનો જથ્થો ઝડપી લીધો છે. હાલ વાસી માવાનો નાશ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.

રાજકોટમાંથી 500 કિલો વાસી માવો ઝડપાયો
રાજકોટમાંથી 500 કિલો વાસી માવો ઝડપાયો

By ETV Bharat Gujarati Team

Published : Oct 28, 2023, 6:58 AM IST

Updated : Oct 28, 2023, 7:12 AM IST

રાજકોટ: દિવાળીનો તહેવાર નજીકમાં છે. તહેવાર દરમિયાન લોકો મોટાભાગે મીઠાઈ સહિતની વસ્તુઓની ખરીદી કરતા હોય છે. ત્યારે રાજકોટમાંથી 500 કિલો જેટલો વાસી માવાનો જથ્થો ઝડપાયો છે. રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરના બોલબાલા માર્ગ ઉપર આવેલી હસનવાડી વિસ્તારમાં ડેરી ફાર્મ ઉપર દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાંથી 500 કિલો જેટલો વાસી માવાનો જથ્થો ઝડપાયો હતો. આ તમામ માવાના જથ્થાનો ફૂડ વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક નાશ કરવામાં આવ્યો છે. તેમજ ડેરી વધુ વિરુદ્ધ આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શહેરના બોલબાલા માર્ગ, હસનવાડી-4, હાઉસિંગ બોર્ડ ક્વાટર સામે આવેલ વિરેન્દ્રભાઈ રમેશચંદ્ર ઉનડકટની માલિકી પેઢી "શ્રી તિરૂપતી ડેરી ફાર્મ" ની સ્થળ તપાસ કરવામાં આવી હતી. જે દરમિયાન અહીંથી કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરેલ વાસી પડતર મીઠા માવો (10 કિ.ગ્રા. પેક્ડ બેગ) ના અંદાજીત 500 કિ.ગ્રા. જથ્થા પર એકપાયરી/ યુઝ બાય ડેટ કે ઉત્પાદન અંગેની કોઈ પણ વિગતો છાપેલ ન હોવાનું માલૂમ પડ્યું હતું. વાસી મીઠાઇનો 50 કિ.ગ્રા. જથ્થો જોવા મળેલ જે કુલ મળીને અંદાજીત વાસી પડતર 550 કિ.ગ્રા. જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવતો હતો.

વાસી માવાનો નાશ

32 ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ:આ સાથે જ મનપાની ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરના કુવાડવા રોડ ડિ-માર્ટ થી આડો રોડ, નંદનવન રોડ તથા 80 ફૂટ મટુકી વાળો રોડ વિસ્તારમાં આવેલ ખાધ્યચીજોનું વેચાણ કરતાં કુલ 32 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 3 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી છે અને વિવિધ ખાધ્ય ચીજોના કુલ 31 નમૂનાની સ્થળ પર ચકાસણી કરાઇ છે. જ્યારે તિરૂપતિ ડેરી ફાર્મમાંથી, પિસ્તા રોલ, સાદો શિખંડ, શુધ્ધ ઘી અને મીઠો માવો (10 કિગ્રા પેક્ડ)ના નમુના લેવામાં આવ્યા છે. જેના રિપોર્ટ આવતા બાદ જ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

  1. Chili Powder Adulteration : ખેડાના પીપલજથી 4.17 લાખની કિંમતનો ભેળસેળ મરચા પાવડરનો જથ્થો ઝડપાયો
  2. Rajkot News: મેંગો મિલ્ક શેઇકમાં ભેળસેળ કરવા બદલ 1 માસની સજા અને 1 લાખનો દંડ
Last Updated : Oct 28, 2023, 7:12 AM IST

ABOUT THE AUTHOR

...view details