રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસમાં સારો વરસાદ થયો છે. જેમાં 2 ઇંચથી માંડીને કુલ 8 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજકોટ જિલ્લામાં પણ ગત વહેલી સવારથી જ મધ્યમ, હળવો વરસાદ જોવા મળી રહ્યો છે. જેને પગલે રાજકોટ સહિત જિલ્લાઓને પાણી પૂરું પડતા જળાશયોમાં નવા નીરની આવક નોંધાઇ છે.
રાજકોટના આજીડેમ-2ના 5 દરવાજા ખોલવામાં આવ્યા, ખેડૂતોને લાભ - સૌરાષ્ટ્રમાં વરસાદ
રાજકોટઃ શહેરમાં છેલ્લા બે દિવસથી સારો વરસાદ થતાં ઠેર-ઠેર ડેમ અને તળાવોમાં નવા નીરની આવક નોંધાઇ છે. જેને કારણે રાજકોટના આજી ડેમ 2ના પાંચ દરવાજા મંગળવારે ખોલવામાં આવ્યા છે. આજીડેમ-2માં 9 ફૂટ કરતા રાજકોટમાં વધુ પાણીની આવક નોંધાઇ છે.
Rajkot
રાજકોટના આજીડેમ 1માં પોણો ફૂટ, આજી 2માં 9.35 ફૂટ, ન્યારી 1માં અડધો ફૂટ અને ભાદર ડેમમાં 0.3 ફૂટ જેટલા નવા-નીરની આવક થઈ છે, જેને લઈને તંત્ર પણ એલર્ટ થયું છે. રાજકોટના આજીડેમ 2માં 9 ફૂટ કરતા વધારે પાણી આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. આ સાથે જ આજ સવારથી જ ડેમના પાંચ જેટલા પાટિયા ખોલવામાં આવ્યા છે. જેને લઈને વિસ્તારના ખેડૂતોને પણ લાભ થશે. ઉલ્લેખનીય છે કે, હજુ પણ હવામાન ખાતાની અગાહીને પગલે રાજકોટ સહિત જિલ્લામાં પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્રનું એલર્ટ છે.