રાજકોટ શહેરની વિરાણી હાઇસ્કૂલમાં (Rajkot Virani High School)રક્ષાબંધન નિમિતે છેલ્લા પાંચ વર્ષથી વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરીને વિધાથીઓ તથા શિક્ષકો દ્વારા મેગા પ્રેરક રાખડી બનાવવામાં (Raksha bandhan 2022)આવે છે. આ વર્ષે પણ વિદ્યાર્થીઓ તથા સી.જે. ગ્રુપના રસહયોગથી 425 કિલો અનાજ, 800 બાઉલ અને સાડીની મદદથી વિશાળ રાખડી બનાવવામાં આવી છે.
આ પણ વાંચોસ્કૂલના વિદ્યાર્થીઓએ 75 શૂરવીરોના નામ અને ફોટા સાથે 400 ફૂટ લાંબી રાખડી બનાવી
પર્યાવરણનું રક્ષણ કરવાનો નિર્ણયઆ મેગા રાખડીના (Mega Rakhi of Virani High School)ઉપયોગમાં લેવામાં આવેલ વસ્તુઓનુ યુનિક વિકલાંગ ટ્રસ્ટની મદદથી જરૂરીઆતમંદ દિવ્યાંગોને વિતરણ કરવામાં આવશે. આ પ્રસંગે વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ 'જોય ઓફ શેરીગ' અંતગર્ત પોતાનો આનંદ વ્યકત કર્યો હતો. આ ઉપરાંત પ્રકૃતિનું રક્ષણ કરવાના હેતુથી તમામ વર્ગના વિદ્યાર્થીઓએ વૃક્ષોને ઠંડુ તિલક કરી, રક્ષા બાંધીને વૃક્ષોને ઉછેરવાનો અને પર્યાવરણનું રક્ષણ કરવાનો નિર્ણય લીધો છે.
આ પણ વાંચોઃRaksha Bandhan 2022 : મનોદિવ્યાંગ બાળકોએ બનાવેલી રાખડી મચાવી રહી છે ધૂમ
વિરાણી સ્કુલ આ રાખડી બનાવવા આવીરાજકોટની વિરાણી સ્કુલ ખાતે યોજાયેલ આ પ્રસંગે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા સ્વામિનારાયણ મંદિરના ધી ઉત્તમ પુરુષ સ્વામી કેશવપ્રિય સ્વામી, સી.જે. ગ્રુપના ચેરમેન ચિરાગ ધામેચા (જલારામ) ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય હરેન્દ્રસિંહ ડોડીયાના માર્ગદર્શન હેઠળ આ રાખડી બનાવવા શિક્ષકોથી અનિલાબહેન, કિરણબેન, નીરૂબહેન, અલકનંદાબહેન તથા ટેકનીકલના વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી. શાળાના વિદ્યાર્થીઓ તેમજ સંસ્થા દ્વારા ઘઉં, ચોખા તેમજ ખીચડી પોતાની યથા શક્તિ મુજબ લાવ્યા હતા. આ શાળામાં બનાવેલ આ રાખડીમાં ઉપયોગમાં લેવાયેલ ચીજ વસ્તુઓ જરૂરિયાતમંદ દિવ્યાંગોને વિતરણ કરવામાં આવશે તેવું શાળા પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું છે.