ગુજરાત

gujarat

ETV Bharat / state

Electricity Bill: સૌરાષ્ટ્રની 42 નગરપાલિકાનું 316 કરોડનું વીજબીલ બાકી, સરકારી કચેરી બિલ ભરવામાં 'ચોર' - Municipalities of Saurashtra

સૌરાષ્ટ્રની 42 નગરપાલિકાનું રૂપિયા 316 કરોડનું વિજબીલ બાકી હોવાનું સામે આવ્યું છે. નગરપાલિકા આ બિલ નહી ભરે તો તમામ વીજ જોડાણ કટ કરી દેવામાં આવશે.પરંતુ ચોંકવાનારી વાત એ છે કે સરકારી કચેરીઓ જ કરોડોના બિલ ભરતી નથી. તેમની સામે કોઇ કાયદેસરની કાર્યવાહી થતી નથી. આમ સરકારી કચેરી બિલ ભરવામાં ચોર પુરવાર થઈ છે.

સૌરાષ્ટ્રની 42 નગરપાલિકાનું રૂ.316 કરોડનું વિજબીલ બાકી
સૌરાષ્ટ્રની 42 નગરપાલિકાનું રૂ.316 કરોડનું વિજબીલ બાકી

By

Published : Feb 9, 2023, 9:55 AM IST

Electricity Bill: સૌરાષ્ટ્રની 42 નગરપાલિકાનું 316 કરોડનું વીજબીલ બાકી, સરકારી કચેરી બિલ ભરવામાં 'ચોર'

રાજકોટઃ સૌરાષ્ટ્ર કચ્છની અંદાજીત 42 જેટલી નગરપાલિકાનું રૂપિયા 316 કરોડનું વીજબીલ બાકી છે. જેની વસુલાત કરવા માટે PGVCL દ્વારા હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જ્યારે જે નગરપાલિકા આ વીજબીલ નહિ ભરે તો આગામી દિવસોમાં તેનું વીજ જોડાણ પણ કટ કરવાની કાર્યવાહી પશ્ચિમ ગુજરાત વીજ કંપની તરફથી કરવામાં આવશે. સરકારી કચેરીઓનું જ કરોડો રૂપિયાનું બિલ બાકી હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

આ પણ વાંચો Paper leak Rajkot : ભાજપ કોર્પોરેટર દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પર રૂ.11 કરોડનો બદનક્ષીનો દાવો કરાયો

બીલની વસુલાત બાકી:PGVCL દ્વારા વીજબીલ મામલે છેલ્લા એક મહિનાથી સૌરાષ્ટ્ર કચ્છની બધી જ નગરપાલિકાઓમાં જ્યાં બીલની વસુલાત બાકી હતી. તેના વોટરવર્કના કનેક્શન, સ્ટ્રીટ લાઈટના કનેક્શન કાપવા સહિતની કામગીરી શરૂ કરાઈ છે. પીજીવીસીએલના એમડીએ જણાવ્યું હતું કે અમારા એન્જિનિયરોએ પણ એવી જ સૂચના આપવામાં આવી છે કે ચાલુ મહિનાનું જે બિલ છે. મિનિમમ એ પૈસાતો નગરપાલિકાએ ભરવા જ પડશે. તેમજ જે બાકી રકમ છે. તેનું પેમેન્ટ પ્લાન અમને આપવું પડશે. તેઓ કઈ રીતે આ બાકી રકમ ક્લિયર કરશે. જ્યારે આ નગરપાલિકા જો ચાલુ મહિલાનું બિલ નહિ ભરે તો અમે તેમનું વીજ કનેક્શન કાપી નાખવાની પણ કાર્યવાહી કરશું.

આ પણ વાંચો Board Exam 2023: બોર્ડના વિદ્યાર્થીઓની ચિંતા કૉલેજના પ્રોફેસરે દૂર કરી, આપ્યું મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન

સૌરાષ્ટ્ર કચ્છની જેટલી પણ નગરપાલિકા છે તેની પાસેથી અમારે રૂ.316 કરોડ વસુલાત કરવાની થાય છે. જે મામલે ઘણા સમયથી સમયાંતરે નગરપાલિકા સાથે બિલ ભરવા મામલે તેમને જાણ કરવામાં આવી છે અને આ મામલે મિટિંગ પણ કરવામાં આવી છે. છતાં અમને તેમના તરફથી કોઈ રિસ્પોન્સ મળતું નથી. જ્યારે અમને ભારત સરકારની એક RDSS કરીને એક યોજના આવી છે. જે અંદાજીત રૂ.7 હજાર કરોડની છે. જેમાં એક કન્ડિશન છે કે કોઈપણ સરકારી લેણું બાકી ન હોવું જોઈએ. એવામાં આ નગરપાલિકાનું જે લેણું છે તે સરકારી લેણું તરીકે અમારા રેકોર્ડ પર દેખાય છે. જેના કારણે અમે જ્યાં સુધી આ લેણું ક્લિયર ન કરીએ ત્યાં સુધી અમને સરકારી યોજનાનો લાભ ન મળે,જેના કારણે આ બન્ને રિઝન હતા કે અમે નગરપાલિકા પાસે બિલ વસૂલવા માટે કડકાઈ કરવાનું શરૂ કર્યું--પીજીવીસીએલના એમડી વરુણકુમાર બરનવાલે

ABOUT THE AUTHOR

...view details