ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ જિલ્લામાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ, પાડોશી મહિલાએ રંગે હાથે ઝડપી પાડ્યો - દુષ્કર્મ

રાજકોટઃ જિલ્લાના લોધિકા તાલુકાના એક ગામમાં 4 વર્ષીય બાળકી પર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. ઘટના જાણ થતાં પોલીસે આરોપીને ઝડપી લઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

લોધિકાના ચિભડા ગામે 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ થતાં ચકચાર

By

Published : Aug 18, 2019, 9:47 AM IST

લોધિકા તાલુકાના એક ગામમાં રહેતાં પરિવારની 4 વર્ષની માસૂમ બાળકી તેના મોટાબાપુના ઘર પાસે રમતી હતી. તે દરમિયાન ગામમાં જ રહેતા લાલજી ખીમસૂરિયા નામના વ્યક્તિએ બાળકીને લાલચ આપી દુષ્કર્મ આચર્યુ હતું.

બાળકીની બૂમ સંભળાતા પાડોશી મહિલા દોડી આવી હતી અને આ અધમ કૃત્યને જોઈ ચોકી ઉઠી હતી. મહિલાએ નરાધમને પકડવાની કોશિશ કરતાં તે નાસી છૂટ્યો હતો.

હાલ આ બાળકીને સારવાર અર્થે રાજકોટ હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોલીસે આ બાળકીના પિતાની ફરિયાદ નોંધી ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી પા્ડયો હતો.

ABOUT THE AUTHOR

...view details