રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા બલરામ મીણાની મિલ્કત વિરૂધ્ધના ગુનાઓ શોધી કાઢવા અંગે સુચના મુજબ રાજકોટ ગ્રામ્ય એલસીબીએ ચાર શખ્સોને પકડી પાડી ચોરીના ગુન્હાઓના ભેદ ઉકેલ્યા હતા.
રાજકોટ ગ્રામ્ય LCBએ ચોરી કરાયેલા 1.18.560ના મુદ્દામાલ સાથે 4 શખ્સોની ધરપકડ - જેતપુર તાલુકાના મંડલીકપુર ગામની સીમમાંથી 4 શખ્સોની ધરપકડ
રાજકોટ : ગ્રામ્ય એલ.સી.બી પોલીસે મધ્યપ્રદેશ રાજ્યના ધાર જીલ્લાના ચોરી કરનાર ચાર શખ્સોને રૂ.1.18.560ના મુદામાલ સાથે જેતપુર તાલુકાના મંડલીકપુર ગામની સીમમાંથી ઝડપી પાડયા હતા. તેમજ ચોરીના ગુન્હાઓના ભેદ ઉકેલ્યા હતા. આ આરોપીએ અલગ અલગ 6 જગ્યા પર ચોરી કરીની કબૂલાત કરી હતી.
રાજકોટ
આ ચોરીના ગુન્હાઓમાં સામેલ દિનેશ બનસીંહ મોરી , અરવિંદ સેજલીયા, ગીરધર રેયસીંગ , કમલેશ ઉર્ફે કમલ સમરૂ પવર , અર્જુન સમરૂ પવરને રોકડા રૂપિયા - 1,460 / - તથા ચાંદી તથા પીળી ધાતુના દાગીનાની કિંમત. રૂપિયા 9,600 / - ત્રણ મોટર સાઇકલ કિંમત રૂપિયો 60,000 / - તથા મોબાઇલ ફોન નંગ 7 કિંમત રૂપિયા 47,500 / - તથા કુલ મુદ્દામાલ કિંમત રૂ. 1,18,560 / - ચોરીના મુદામાલ સાથે જેતપુર તાલુકાના મંડલીકપુર ગામની સીમમાંથી ઝડપી પાડયા હતા. આ આરોપીએ અલગ અલગ 6 જગ્યા પર ચોરી કરીની કબૂલાત કરી હતી.