ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં શિશુઓના મોતનો સિલસિલો યથાવત, 24 કલાકમાં 4ના મોત - બાળકોના મોતનો સિલસિલો યથાવત

રાજકોટ: જિલ્લાની સિવિલની કે.ડી ચિલ્ડ્રન હોસ્પિટલમાં બાળકોના મોતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં વધુ ચાર બાળકોના મોત થયા છે. ત્યારે હોસ્પિટલના NISUને પ્રસુતિ વિભાગ પાસે શિફ્ટ કરવાનો નિર્ણય કર્યો છે.

શિશુઓના મોતનો સિલસિલો યથાવત
શિશુઓના મોતનો સિલસિલો યથાવત

By

Published : Jan 9, 2020, 3:12 PM IST

જિલ્લામાં બાળકોના મોતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે વધુ 4 બાળકોના મોત થયા છે. જે જોતા હાલમાં 2020ના ચાલુ માસમાં 21 બાળકોના મોત થયા છે. બાળકોના મોતનો સિલસિલો યથાવત રહેતા આરોગ્ય તંત્ર જાગ્યું હોય તેવું લાગી રહ્યું છે. હાલ બાળકોના મોત મામલે કલેક્ટર રેમ્યા મોહન દ્વારા પણ રિપોર્ટ માંગવામાં આવ્યો છે. જ્યારે બીજી તરફ હોસ્પિટલમાં NICUને પ્રસુતિ વિભાગ પાસે શિફ્ટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને 25 જેટલા નવા વોર્મરની પણ ખરીદી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

શિશુઓના મોતનો સિલસિલો યથાવત

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ડિસેમ્બર માસમાં રાજકોટમાં 111 બાળકોના મોતનો મામલો સામે આવ્યા બાદ આરોગ્ય તંત્રમાં દોડધામ જોવા મળી રહી છે.

ABOUT THE AUTHOR

...view details