ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં છેલ્લા બે દિવસમાં 4 બાળકોના મોત, આરોગ્ય તંત્ર થયું સતર્ક - health system alert

રાજકોટઃ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. છેલ્લા બે દિવસમાં શહેરના અલગ-અલગ વિસ્તારમાં ચાર બાળકોના મોતના થયા છે. જેથી મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ સક્રિય થયું છે. છેલ્લા એક મહિનામાં 21 હજારથી વધારે તાવ, શરદી, ઝાળા ઉલ્ટીના કેસ નોંધાયા છે. જેને લઈ આરોગ્ય તંત્ર દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.

રાજકોટમાં છેલ્લા બે દિવસમાં 4 બાળકોના મોત, આરોગ્ય તંત્ર થયું સતર્ક

By

Published : Aug 21, 2019, 10:50 PM IST

રાજકોટ શહેરમાં મંગળવારના રોજ કુવાડવા વિસ્તારમાં રહેતા પ્રિન્સ રવિભાઈ સદાડીયા નામના 5 માસના બાળક અને માધાપર વિસ્તારમાં રહેતી 3 માસની આયસા અમનભાઈ યાદવનું મોત નીપજ્યું હતું. જેમાં પ્રિન્સ નામના બાળકનું મોત શ્વાસનળીમાં દૂધ ફસાવવાથી થયું હોવાનું પોસમોર્ટમ રીપોર્ટમાં બહાર આવ્યું છે. જ્યારે આયસા નામની બાળકીના મોત અંગે પોસમોર્ટમ રીપોર્ટ બહાર આવ્યા બાદ ખુલાસો થશે.

મંગળવારના રોજ બે બાળકોમાં મોત થયા બાદ બીજા બે બાળકોના મોત થયાની ઘટના સામે આવી હતી. જેમાં આજીડેમ ચોકડી ખાતે રહેતા રુદ્ર વિજય વાંક નામના 6 વર્ષીય બાળકનું તાવના કારણે મોત થયું છે. જ્યારે લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતા 2 માસના સહિલ ધનબહાદુર નેપાળી નામના યુવાનને પણ બીમારી સબબ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

રાજકોટમાં છેલ્લા બે દિવસમાં 4 બાળકોના મોત, આરોગ્ય તંત્ર થયું સતર્ક

વરસાદ બાદ પાણીજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે. ત્યારે આરોગ્ય તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. જેના પરીણામે બાળકોના બીમારીનો ભોગ બન્યાં છે. દિવસેને દિવસે વધી રહેલાં રોગચાળાની અસર બાળકો સહિત તમામ લોકોમાં જોવા મળી રહી છે. જેથી મનપા સંતર્ક થયું છે અને આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details