આ સ્પીડ બ્રેકર સાથે એક સ્લોગન પણ લખવામાં આવ્યું છે કે, "અબ વતન દબાએગા બટન". ગુજરાતમાં 23 એપ્રિલના મતદાન યોજાવાનું છે. જેને લઈને ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અંગે અવનવા કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યાં છે. જેના ભાગરૂપે તંત્રએ ચિત્રનગરીના કલાકારો સાથે મળીને રાજકોટના બહુમાળી ભવન ચોક નજીક એક સ્પીડ બ્રેકર બનાવ્યું છે.
મતદાન જાગૃતિ અર્થે બનાવાયું 3D સ્પીડ બ્રેકર, લોકોમાં બન્યું આકર્ષણનું કેન્દ્ર - gujaratinewss
રાજકોટ: હાલ સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ છે. ત્યારે રાજકોટમાં પણ નાગરિકો મતદાન કરે અને મતદારોમાં જાગૃતિ આવે તે માટે વહીવટી તંત્ર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે. જે અંતર્ગત રાજકોટના બહુમાળી ચોક નજીક મતદાન જાગૃતિ અર્થે 3D ઇફેક્ટ ધરાવતું સ્પીડ બ્રેકર બનાવામાં આવ્યું છે.
સ્પોટ ફોટો
આ 3D સ્પીડબ્રેકર એ અહીંથી પસાર થતા લોકોમાં આકર્ષકનું કેન્દ્ર બન્યું છે. આ પ્રકારનો મુખ્ય હેતુ રાજકોટમાં વધુમાં વધુ મતદારોમાં જાગૃતિ આવે અને લોકો વધુમાં વધુ વર્ષ-2019ની લોકસભાની ચૂંટણીમાં મતદાન કરે તેવો છે.