ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ જિલ્લાના 39 હજારથી વધુ બાળકોને ઘર બેઠા મળ્યો પોષણયુક્ત આહાર - The government is taking special measures for the health of the people.

લોકડાઉનના સમયમાં કોરોના સામે લડવા માટે સરકાર લોકોના આરોગ્ય માટે સવિશેષ પગલાઓ લઈ રહી છે. લોકડાઉનના કારણે લોકો ઘરની બહાર નીકળી શકતા નથી, એવા સમયે પોષણ યુક્ત આહાર મળી રહે તેવા શુભહેતુથી આંગણવાડીની બહેનો દ્વારા દરેક ઘરે જઈને પૂરક પોષણ આહાર આપવામાં આવી રહ્યું છે.

રાજકોટ જિલ્લાના 39, 553 બાળકોને ઘર બેઠા મળ્યો પોષણયુક્ત આહાર
રાજકોટ જિલ્લાના 39, 553 બાળકોને ઘર બેઠા મળ્યો પોષણયુક્ત આહાર

By

Published : Apr 16, 2020, 10:23 PM IST

રાજકોટ: યુદ્ધના મેદાનમાં શત્રુને પરાસ્ત કરવા માટે શસ્ત્ર સરંજામની સાથે શારીરિક અને માનસિક મજબૂતી એટલી જ આવશ્યક છે, ત્યારે લોકડાઉનના સમયમાં કોરોના નામના શત્રુને હરાવવા માટે સરકાર લોકોના આરોગ્ય માટે સવિશેષ પગલાઓ લઈ રહી છે. જેની સાથે લોકોના શારીરિક સ્વાસ્થ્ય પર અસર ન પડે તે માટે પણ સંનિષ્ઠતાથી કામ કરી રહી છે.

રાજકોટ જિલ્લાના 39, 553 બાળકોને ઘર બેઠા મળ્યો પોષણયુક્ત આહાર

લોકડાઉનના કારણે લોકો ઘરની બહાર નીકળી શકતા નથી. એવા સમયે રાજ્યના બાળ અને મહિલા કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યની આંગણવાડીઓના બાળકો, સગર્ભા, ધાત્રી માતા અને કિશોરીઓને લોકડાઉનના સમયમાં પણ પોષણ યુક્ત આહાર મળી રહે તેવા શુભહેતુથી આંગણવાડીની બહેનો દ્વારા દરેક ઘરે જઈને પૂરક પોષણ આહાર આપવામાં આવી રહ્યું છે.

રાજકોટ જિલ્લાના 39, 553 બાળકોને ઘર બેઠા મળ્યો પોષણયુક્ત આહાર

રાજકોટના જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયા અને પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દવેના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં કાર્યરત 1373 આંગણવાડી કેન્દ્રોમાં પૂરક પોષણ આહાર આપવામાં આવી રહ્યો છે. રાજ્યનું એકપણ બાળક કુષોષિત ન રહે તેવી નેમને પુરી કરવા લોકડાઉનના સમયમાં ICDS દ્વારા જિલ્લાના 6 માસથી 3 વર્ષની ઉંમરના 51, 211 બાળકોને બાલશક્તિના 4 પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. જેમાં અત્યાર સુધીમાં 39, 553 બાળકોને બાલશક્તિના પેકેટનું વિતરણ થઈ ગયું છે.

લોકડાઉનના સમયમાં બાળકો, સગર્ભા માતા, ધાત્રી માતા અને કિશોરીઓ પોષણથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકારના બાળ અને મહિલા કલ્યાણ વિભાગ તેમજ આંગણવાડીની બહેનો સંપૂર્ણ નિષ્ઠાથી કામ કરી રહી છે. તેમજ કોરોનાની મહામારીને નાથવા માટે આંગણવાડીની બહેનો ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરીમાં સહભાગી બની છે અને વારંવાર હાથ ધોવા, સેનેટાઈઝરનો ઉપયોગ કરવો, સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવું જેવી જાગૃતિના સંદેશાઓ આપીને મહત્વની ભૂમિકા બજાવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details