આ કાર્યક્રમમાં રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલે જણાવ્યું હતું કે, દેશનું ભવિષ્ય એવા બાળકો સુપોષિત અને સંસ્કારમય બને તેવા શુભ હેતુથી ચાલી રહેલા આંગણવાડી કેન્દ્રોને નંદઘર અને તેના કાર્યકરોને યશોદા માતા તરીકેનું સન્માન રાજ્ય સરકારે આપ્યું છે. ત્યારે રાજ્ય સરકારની આ મહત્વાકાંક્ષી યોજનાને વધુને વધુ સાકાર કરવા કોઇપણ બાળક કુપોષિત ન રહે તેમને પોષક આહાર સાથે સાથે સંસ્કારમય વાતાવરણ મળે તે માટે આંગણવાડી વર્કરોને અનુરોધ કર્યો હતો. તેમણે શ્રેષ્ઠ કામગીરી માટે માતા યશોદા એવોર્ડ વિજેતા આંગણવાડી કાર્યકરોને અભિનંદન આપ્યું હતું. સાથે જ સારા માનદ વેતન સાથે બાળકો અને માતાઓની સેવા કરવાની તક આ યોજના દ્વારા મળે તેમ કહ્યું હતું.
32 જેટલી આંગણવાડી કાર્યકરોનું માતા યશોદા એવોર્ડથી કરાયું સન્માન - Anjali rupani
રાજકોટ: સુપોષણ અભિયાન અંતર્ગત રાજકોટ સ્થિત હેમુગઢવી હોલ ખાતે રવિવારે સુપોષણ ચિંતન સમારોહ યોજાયો હતો. સાથે વર્ષ 2017-18માં શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકરોને માતા યશોદા એવોર્ડથી સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.
આથી રાજ્ય સરકારની માતા અને બાળકોને કલ્યાણલક્ષી વિવિધ યોજનાઓથી દરેક સગર્ભા, કિશોરીઓ તથા બાળકો લાભાન્વિત થાય તે માટે શ્રેષ્ઠ પ્રયાસો કરવા જણાવ્યું હતું. ભાજપ મહિલા મોરચાના પ્રભારી અને CM રૂપાણીના ધર્મપત્ની અંજલી રૂપાણીએ આ પ્રસંગે સુભદ્રા અને અભિમન્યુના પૌરાણિક દ્રષ્ટાંત સાથે ભારતીય સંસ્કૃતિમાં વ્યાપ્ત ગર્ભસંસ્કારનું મહત્વ દર્શાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ એવી પડધરી તાલુકાના વણપરી આંગણવાડી કેન્દ્રની બે આંગણવાડી કાર્યકર ત્રિવેદી દર્શના અને વસાણી મનીષાને એવોર્ડ સહિત કુલ 20 આંગણવાડી કાર્યકરોને ઘટક કક્ષાએ જ્યારે 10 આંગણવાડી કાર્યકરોને નગરપાલિકા કક્ષાએ મોમેન્ટો, પ્રમાણપત્ર, કુકર તથા રોકડ પુરસ્કાર, આંગણવાડી વર્કરને 21 હજાર રૂપિયા, જ્યારે હેલ્પરને 11 હજાર રૂપિયા ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે એનાયત કરી સન્માનિત કરાયા હતા. આ સાથે સગર્ભા માતાઓને પોષક આહારની કિટો તથા આંગણવાડી બહેનોને સાડી વિતરણ પણ કરાયું હતું.