- રાજકોટ કોંગ્રેસને વધુ એક ઝટકો
- કોંગ્રેસમાં વચેટિયા મારફત 3થી 5 લાખમાં ઉમેદવારની ટિકિટ વેચાતી હોવાનો આક્ષેપ
- દિનેશભાઇ 2017ની વિધાનસભામાં હારનો સામનો કરવો પડ્યો હતો
રાજકોટ : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટા ઝાટકા લાગી રહ્યા છે. રાજકોટ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ડૉ. દિનેશ ચોવટીયાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ પક્ષમાંથી તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસ પક્ષમાં સિનિયર્સની અવગણના થતી હોવાના કારણે કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દા પરથી દિનેશ ચોવટીયાએ રાજીનામું આપ્યું છે. કોંગ્રેસમાં વચેટિયા મારફતે 3થી 5 લાખમાં ઉમેદવારની ટિકિટ આપવામાં આવી હોવાનો દિનેશ ચોવટીયાએ કોંગ્રેસના મોવડી મંડળ પર આક્ષેપ કર્યો છે. આ સાથે જણાવ્યું હતું કે, રજકોટ મનપાની ચૂંટણીમાં વચેટીયા મારફતે પૈસા ઉઘરાવવામાં આવ્યા છે.