જેતપુરના ગોંદરા વિસ્તારમાં બીમારીને કારણે 13 દિવસમાં એક પરિવારના 3 વ્યક્તિ બે સગી બહેનો સાથે પિતરાઈ ભાઈ સહિતના ત્રણ વ્યક્તિઓના એક પછી એકના મોત થયા છે, જ્યારે બહેનની ઉતરક્રિયા વેળાએ જ મોટી બહેન મૃત્યુ પામ્યા હતા. મૃતકોએ પ્રથમ જેતપુર સરકારી હોસ્પિટલમાં સારવાર લીધી હતી.
જેતપુરમાં 13 દિવસમાં એક જ પરિવારના 3 વ્યક્તિના મોત, મોતનું કારણ અકબંધ - crime news in gujarat
રાજકોટઃ જિલ્લાના જેતપુરના ગોંદરા વિસ્તારમાં બિમારીને કારણે 13 દિવસમાં એક જ પરિવારના 3 વ્યક્તિઓના મોત થયા છે. આ તમામ મૃતકોએ અગાઉ જેતપુર સરકારી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. જ્યાં તેમના મૃત્યું થયા હતા.
jetpur
ત્યાર બાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા સમગ્ર ઘટનાની જાણ નગરપાલિકા સદસ્ય રમાબેનને થતા તેઓ ઘટના સ્થળે પહોંચી આરોગ્ય વિભાગને જાણ કરી હતી. એક પરિવારમાં ત્રણ-ત્રણ વ્યક્તિઓના મોતને લઈને પરિવાર સંતાન વિહોણો બન્યો છે. મૃતકોના મોત તાવને કારણે થયાં કે અન્ય કારણે તે આરોગ્ય વિભાગ દ્વારા તપાસનો વિષય બન્યો છે.