ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના મહામારીમાં 241 મંદિરોને સેનેટાઈઝ કરવાથી લઈને અનેક સેવાકીય પ્રવૃતિઓ થઇ - રાજકોટમાં મંદિરોને સેનિટાઇઝેશન

સમગ્ર દેશ સહિત રાજ્યમાં કોરોના વાઇરસનો પ્રકોપ યથાવત છે, ત્યારે આ મહામારી દરમિયાન રાજકોટમાં અનેક સેવાભાવી સંસ્થાઓ સામે આવી છે. જેમણે 241 મંદિરોને સેનેટાઇઝ કરવાથી લઇ અનેક સેવાકીય પ્રવૃતિઓ થઇ હતી.

કોરોના મહામારીમાં 241 મંદિરોને સેનેટાઈઝ કરવાથી લઈને અનેક સેવાકીય પ્રવૃતિઓ થઇ
કોરોના મહામારીમાં 241 મંદિરોને સેનેટાઈઝ કરવાથી લઈને અનેક સેવાકીય પ્રવૃતિઓ થઇ

By

Published : Jan 8, 2021, 1:15 PM IST

  • કોરોના મહામારી દરમિયાન અનેક સેવાકીય સંસ્થાઓ સામે આવી
  • સાત મહિનાની અંદર 70 ખાનગી હોસ્પિટલોને સેનેટાઇઝ કરાઇ
  • 241 મંદિરને પણ સેનેટાઇઝ કરાયા

રાજકોટઃ સમગ્ર દેશમાં કોરોનાની મહામારી દરમિયાન અનેક સેવાભાવી સંસ્થાઓ સામે આવી છે. જેના દ્વારા સેવાકીય કાર્યો કરવામાં આવ્યા છે, ત્યારે આવી જ એક સંસ્થા બીઇંગ કાઇન્ડ દ્વારા કોરોના મહામારીમાં સ્વ ખર્ચે કરવામાં આવે છે. સેનેટાઇઝ પછી તે મંદીર હોય કે પોલીસ સ્ટેસન અનેક સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી છે ત્યારે જાણો કેવી છે આ સંસ્થા અને કઈ રીતે કરે છે લોકોની સેવા...

કોરોના મહામારીમાં 241 મંદિરોને સેનેટાઈઝ કરવાથી લઈને અનેક સેવાકીય પ્રવૃતિઓ થઇ

સાત મહિનાની અંદર 70 ખાનગી હોસ્પિટલ, 241 મંદિર કરવામાં આવ્યા સેનેટાઇઝ

બીઇંગ કાઇન્ડ સંસ્થાના પ્રમુખ ચિંતન દવે દ્વારા કોરોના મહામારી દરમિયાન આ મુહિમ કરવામાં આવી હતી. જેમાં રાજકોટ શહેરને કોરોના મુક્ત કરવા માટે છેલ્લા સાત મહિનાની અંદર 70 ખાનગી હોસ્પિટલ, રાજકોટ સિવિલ હોસ્પિટલ, 241 મંદિર શહેરના અનેક ઘોડિયાઘર, નારી કેન્દ્રો, શહેરના તમામ પોલીસ સ્ટેશન અને કોરોનાગ્રસ્ત પોલીસ કર્મીઓના ઘરને પણ સેનેટાઈઝ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજકોટ શહેરમાં કોરોના મહામારી દરમિયાન 3800 થી વધુ દર્દીઓને અલગ-અલગ ડૉક્ટરો પાસે નિઃશુલ્ક કન્સલ્ટ પણ કરવામાં આવ્યા છે. આ આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ શહેરમાંથી કોરોનાને નાબુદ કરવાનો છે અને તેને લઈને એક મુહિમ શરૂ કરવામાં આવી હતી.

મુખ્ય પ્રધાન દ્વારા તેમને ગુજરાત ગૌરવ એવોર્ડ પણ આપવામાં આવ્યો

બીઇંગ કાઇન્ડ સંસ્થાના પ્રમુખ ચિંતન દવે પોતે એક સ્પોર્ટ્સમેન છે અને મુખ્ય પ્રધાન દ્વારા તેમને ગુજરાત ગૌરવ એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. કોરોના મહામારી દરમિયાન દેશની અનેક સંસ્થાઓ અને સેવાભાવી લોકો દ્વારા લોકોની બનતી મદદ કરવામાં આવી હતી તો સાથે જ બીઇંગ કાઇન્ડ જેવી સેવાકીય સંસ્થાઓ દ્વારા કોરોનાને નાબુદ કરવા માટે વિનામૂલ્યે આ પ્રકારની સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details