ગુજરાત

gujarat

ETV Bharat / state

ડેન્ગ્યુના કેસમાં વધારો નોંધાતા આરોગ્ય વિભાગે પત્રકાર પરિષદ યોજી - રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા પત્રકાર પરિષદનું અયોજન

રાજકોટ: જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદ બાદ ઠેર ઠેર પાણીજન્ય રોગમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે રાજકોટ શહેરમાં માત્ર એક જ દિવસમાં 22 જેટલા અને ગ્રામ્ય વિસ્તારમાં 12 જેટલા ડેન્ગ્યુના કેસ જોવા મળ્યા હતાં. એક જ દિવસમાં ડેન્ગ્યુના આટલા કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં પણ દોડધામ મચી ગઇ હતી.

etv bharat

By

Published : Oct 25, 2019, 10:16 PM IST

સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદ બાદ ડેન્ગ્યુએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે શહેરમાં ડેન્ગ્યુના 22 અને ગ્રામ્યમાં 12 કેસ નોંધાયા હતાં, ત્યારે જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા પત્રકાર પરિષદનું અયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેમના દ્વારા આખું વર્ષ દરમિયાન કરવામાં આવેલ કામગીરી અંગેના આંકડા જાહેર કરવામાં આવ્યા હતાં.

ડેન્ગ્યુના કેસમાં વધારો નોંધાતા આરોગ્ય વિભાગે પત્રકાર પરિષદ યોજી

ગત વર્ષે 2018માં ડેન્ગ્યુના 178 કેસ સામે આવ્યા હતાં. જ્યારે ચાલુ વર્ષે 2019માં 245 જેટલા ડેન્ગ્યુના કેસ નોંધાયા છે. આ સિવાય શંકાસ્પદ ડેન્ગ્યુના કેસ અંગે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં 1100 જેટલા શંકાસ્પદ ડેન્ગ્યુના કેસ જોવા મળ્યા હતાં. આરોગ્ય વિભાગ દ્વારા વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, ડેન્ગ્યુના કેસ મોટાભાગના ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં વધુ જોવા મળી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details