ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટના બાલાજી કુરિયરમાં થયેલ 21 લાખની લૂંટના કેસમાં 3ની ધરપકડ

રાજકોટના ગોંડલ રોડ પર આવેલા બાલાજી કુરિયર ખાતે એક મહિના પહેલા સાંજના સમય આસપાસ ત્રણ અજાણ્યા શખ્સો દ્વારા છરી બતાવી ધમકી આપી હતી. 3 શખ્યોએ સાથે મળીને ફરિયાદીની લૂંટ કરીને તેને ખુરશી વડે બાંધી દીધો હતો.

બાલાજી કુરિયરમાં થયેલ 21 લાખની લૂંટના કેસમાં 3ની ધરપકડ
બાલાજી કુરિયરમાં થયેલ 21 લાખની લૂંટના કેસમાં 3ની ધરપકડ

By

Published : Jun 9, 2021, 12:06 PM IST

  • બાલાજી કુરિયર ખાતે ત્રણ શખ્સોએ છરી બતાવી ધમકી આપી
  • આરોપી ફરિયાદીને દોરી વડે ખુરસી સાથે બાંધી ત્યાંથી ભાગી છૂટ્યા
  • ફરિયાદના આધારે 3 આરોપીની ધરપકડ કરવામાં આવી

રાજકોટ :જિલ્લાના ગોંડલ રોડ પર આવેલા બાલાજી કુરિયર ખાતે એક મહિના પહેલા સાંજના સમય આસપાસ ત્રણ અજાણ્યા શખ્સો દ્વારા છરી બતાવી ધમકી આપી હતી. ત્રણેયે સાથે મળીને ફરિયાદીના ખિસ્સામાં રહેલા પાકિટમાંથી રોકડ રૂપિયા 7,000 તથા ઓફિસમાં રહેલા થેલામાંથી 21,00,000ની લૂંટ કરી ફરિયાદીને દોરી વડે ખુરસી સાથે બાંધી ત્યાંથી ભાગી છૂટ્યા હતા.

CCTVના આધારે 3 આરોપીની ધરપકડ કરવામાં આવી

સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ હતી. જેના આધારે 3 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે લૂંટની ઘટના સામે આવતા આસપાસના CCTV ફૂટેજ ચેક કરતા આરોપીની ઓળખ અને બતમીના આધારે તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો : કામરેજમાં અસામાજિક તત્ત્વોનો આતંક, હોટલમાં ઘૂસી માલિકને માર મારી લૂંટ ચલાવી

3 આરોપીની ધરપકડ કરીને 17 લાખ 94 હજારનો મુદ્દામાલ કબજે કર્યો

બાતમીના આધારે હિતેષ ડવ, કરણ બાલાસરા અને કિશન મૈયડ નામના 3 આરોપીની ધરપકડ કરીને કુલ 17 લાખ 94 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓને છેલ્લા 15 દિવસમાં 10 જેટલી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાનું ખુલ્યું હતું.

બાલાજી કુરિયરમાં થયેલ 21 લાખની લૂંટના કેસમાં 3ની ધરપકડ

આરોપીઓ બપોરના અથવા સાંજના સમયે લૂંટ ચલાવવા પ્લાન બનાવતા

આ ઘટનામાં DCP ઝોન-2 મનોહરસિંહ જાડેજાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, આરોપીઓ બપોરના અથવા સાંજના સમયે લૂંટ ચલાવવા પ્લાન બનાવતા હતા. લૂંટ કર્યા પછી આરોપીઓ ભોગ બનનારને દોરી વડે ખુરશીમાં બાંધી દેતા હતા અને તેની ઓળખ ના થાય તે માટે તે બાઇકની નંબર પ્લેટ પણ કાઢી નાખતા હતા.

આ પણ વાંચો : વડોદરા હાલોલ પેટ્રોલ પંપ પર થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો

કરણ બાલાસરા આજીડેમ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુનામાં પકડાયેલો

પકડાયેલા 3 આરોપી પૈકી હિતેષ ડવ આ અગાઉ ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશન જેવા ગુનામાં પકડાઇ ચૂકેલો છે અને કરણ બાલાસરા આજીડેમ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુનામાં પકડાઇ ચૂકેલો છે. ત્યારે આજીડેમ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details