- 208 જેટલા સિનિયર સિટીઝનોને કોરોનાની વેક્સિન આપવામાં આવી
- આરોગ્ય અધિકારીઓ રહ્યા ખડેપગે
- લીમ્બોચ હોલ ખાતે એક વેક્સિન સેન્ટર ઉભું કરવામાં આવ્યુ
ગોંડલ:પુનિતનગરમાં કોરોના વેક્સિન સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વોર્ડ નં- 9માં રહેતા 208 જેટલા સિનિયર સિટીઝનોને કોરોનાની વેક્સિન આપવામાં આવી છે. સિનિયર સિટીઝનો માટે ખાસ વેક્સિન સેન્ટર ઉભું કરાયું છે.
208થી વધુ ઉપર સિનિયર સિટીઝનોને કોરોના વેક્સિન અપાઈ
સિનિયર સિટીઝનોને બહુ સમય લાઈનમાં બેસવું ન પડે તેને લઈને આ સમયે વોર્ડ નંબર 6, 9, 10અને 11માં રહેતા સિનિયર સિટીઝનોને નજીક પડે તે માટે વોર્ડ નં 9માં લીમ્બોચ હોલ ખાતે એક વેક્સિન સેન્ટર ઉભું કરવામાં આવ્યુ હતું. આ વેક્સિન સેન્ટરમાં વોર્ડ નં 9ના ભાવનાબેન પ્રવિણભાઈ રૈયાણી, મિતલબેન ચિરાગભાઈ ધાનાણી, અશ્વિનભાઈ પાંચાણી, શૈલેષભાઈ રોકડ, આગેવાનો, વહીવટી તંત્ર, નગરપાલિકા તંત્ર, આરોગ્ય અધિકારી ડૉ.ગિરિરાજ ગોયલ, ડૉ.દિવ્યા સહિતનો સ્ટાફે જહેમત ઉઠાવી હતી.