ગુજરાત

gujarat

ETV Bharat / state

વીરપુરમાં જલારામ બાપાએ શરૂ કરેલા સદાવ્રતના 200 વર્ષ પૂર્ણ, મોરારી બાપુની કથાનું આયોજન

રાજકોટઃ સેવાનો જ્યાં સુરજ તપે, ભક્તિ સદા નિષ્કમ છે, ધન્ય વીરપુર ધરણી જ્યાં સંત શ્રી જલારામ છે. આજથી બસો વર્ષ પૂર્વે અમરેલીના ફતેહપુર ગામના ભોજલરામ બાપાના આદેશ અને પ્રેરણાથી વિક્રમ સવંત 1876ની મહાસુદ બીજના દિવસથી વીરપુરમાં પૂજ્ય જલારામ બાપાના આંગણે ભુખ્યાને ભોજન મળી રહે તે હેતુસર સદાવ્રત ચાલુ રાખવામાં આવ્યું હતું. આ સદાવ્રતને આજે બસો વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે તેની ઉજવણીના ભાગ રૂપે અન્નક્ષેત્ર દ્વિ શતાબ્દી મહોત્સવ અંતર્ગત પૂજ્ય મોરારીબાપુની રામકથા ઉપરાંત અન્ય ઘણા ભક્તિભાવ પૂર્ણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

Etv Bharat, Gujarati News, Virpur News, Jalaram Bapa
વીરપુર જલારામ બાપાએ શરૂ કરેલા સદાવ્રતના 200 વર્ષ પૂર્ણ

By

Published : Jan 18, 2020, 11:21 AM IST

આ દ્વિશતાબ્દી મહોત્સવના પ્રથમ દિવસે વીરપુર તેમજ આજૂબાજૂના ગામડાઓમાંથી કુલ 15થી 20 હજાર બ્રાહ્મણો તેમજ તેમના પરિવારજનોને આમંત્રણ પાઠવીને એમને બ્રહ્મચોર્યાશી કરાવવામાં આવશે. જેમાં હોટલ કે બુફે સ્ટાઇલથી નહીં, પરંતુ પારંપરિક ભારતીય શૈલીને અનુસરીને તમામ ભુદેવોને ખાસ આગ્રહ કરીને ભોજન પીરસવામાં આવશે.

વીરપુર જલારામ બાપાએ શરૂ કરેલા સદાવ્રતના 200 વર્ષ પૂર્ણ

મોરારી બાપુની રામ કથાના આયોજન માટે ૨૫થી ૩૦ હજારની બેઠક ધરાવતો એક વિશેષ વિશાળ જર્મન ડોમ બનાવવામાં આવ્યો છે. દ્વિશતાબ્દી મહોત્સવમાં શ્રધ્ધાળુઓના રોકાણ માટે ૩થી ૪ હજાર મુલાકાતીઓ માટે વયજૂથના આધારે એમને વીરપુરના જુદાજુદા ગેસ્ટહાઉસ ફાળવવામાં આવ્યાં છે, વધારે સખ્યાં થઈ જશે તો ખોડલધામ ખાતે વધારાના બે ગેસ્ટહાઉસ પણ બુક કરવામાં આવ્યાં છે, વૃદ્ધ અથવા બીમાર લોકોને શક્ય એટલી વધુ સગવડો પુરી કરવામાં આવે એવા પ્રયાસો છે. આ ઉપરાંત કથા સ્થળથી સાવ નજીક હજારથી બારસો લોકોનો સમાવેશ થઈ શકે તેવા ઉતારાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાત એસટી દ્વારા વીરપુર અન્નક્ષેત્ર દ્વિ શતાબ્દી મહોત્સવ માટે વધારનારી બસોથી માંડી આજુબાજુના ગામડાઓમાંથી વીરપુર લેવા-મુકવા જેવી ટ્રાન્સપોર્ટેશન સુધીની તમામ વ્યવસ્થા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત મોરારી બાપુના કથા મંડપમાં કદાચ સૌ પહેલીવાર રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 21 જાન્યુઆરીએ નામાંકિત ગાયિકા એશ્વર્યા મજમુદાર અને ત્યાર બાદ 23મી જાન્યુઆરીએ સુફી સંગીતમાં જાણીતા ગાયિકા રિચા શર્મા વીરપુર પધારી શ્રદ્ધાળુઓને ભાવ ભક્તિ ભર્યા સંગીતનું રસાપન કરાવશે.

ABOUT THE AUTHOR

...view details