રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બે ઇસમોને બાતમીના આધારે ઝડપી પાડ્યા છે. દિવ્યેશ સોલંકી અને હર્ષ ગાંધી નામના બંને વિદ્યાર્થીઓ આત્મીય કોલેજના વિદ્યાર્થીઓ છે. તેમજ BE અને BCAમાં અભ્યાસ કરે છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, બંને વિદ્યાર્થીઓને ગાંજાનું વ્યસન છે અને અત્યાર સુધીમાં અનેક બીજા વિદ્યાર્થીઓને પણ તેઓ ગાંજો વહેંચતા હતાં.
રાજકોટમાં કોલેજીયન વિદ્યાર્થીઓ 3 કિલો ગાંજા સાથે ઝડપાયા
રાજકોટઃ સ્માર્ટ સીટી રાજકોટ હાલ ક્રાઇમ સીટી તરફ વળી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. શહેરમાં ક્રાઇમના અનેક બનાવો બની રહ્યા છે, ત્યારે કોલેજિયન વિદ્યાર્થીઓ પાસેથી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ઝડપાઇ રહ્યો છે. તેમાં પણ આ વિદ્યાર્થીઓ ખાનગી કોલેજના હોવાનું સામે આવ્યું છે.
રાજકોટમાં કોલેજીયન વિદ્યાર્થીઓ 3 કિલો ગાંજા સાથે ઝડપાયા
હાલ SOG ટીમે બંને વિદ્યાર્થીઓ પાસે ગાંજાનો જથ્થો, મોબાઇલ અને બાઇક સહિત કુલ રુપિયા 1 લાખ 55 હજાર 400નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.