ભારત સરકારે જમ્મુ-કાશ્મીરમાં આઝાદી વખતે કરાર મુજબ લાગુ કરેલી 370ની કલમમાં ફેરબદલ કર્યા બાદ પાકિસ્તાન સાથે સંબંધ વધુ વણસ્યા છે. પાકિસ્તાને ભારત સાથેના તમામ વ્યાપાર સહિતના સંબંધો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. જેથી, બંને દેશો વચ્ચેના સંબંધોમાં વધુ તિરાડ પડી હતી. તેવામાં પાકિસ્તાનમાં સ્થિતિ વધારે ગંભીર બની છે. પાકિસ્તાનમાં વસતાં ભારતના માહેશ્વરી સમાજના બે યુગલો દ્વારા ભારત આવી લગ્નગ્રંથીમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો.
જેથી તેમણે સમગ્ર દેશનું ધ્યાન કેન્દ્રીત કર્યું છે. રાજકોટમાં લગ્ન કરવાનું આયોજન કર્યા બાદ ભગવતીપરા વિસ્તારમાં સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં તેઓ વિધિવત રીતે લગ્નગ્રંથીમાં જોડાયા હતા.