રાજકોટ: ગોંડલ તાલુકાના નાના ઉમવાડા ગામે દર્શિત દિનેશ રૈયાણીની વાડીમાં તાલુકા પોલીસે દરોડો પાડી જુગાર રમતા વાડી માલિક દર્શિત રૈયાણી, પ્રવીણ પીપળીયા, કલ્પેશ ભટ્ટી, ચેતન કોટક, મહેન્દ્ર સોલંકી, ભરત વેકરીયા, પિયુષ રૈયાણી, અશ્વિન કાકરેચા, વિનોદ મકવાણા તેમજ બિપિન કાકરેચાને રોકડા રૂપિયા 51,250, મોબાઈલ નંગ 7 તેમજ વાહન મળી કુલ રૂપિયા બે લાખના મુદ્દામાલ સાથે પકડી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
ગોંડલના નાના ઉમવાડા અને ચોરડી ગામમાંથી 17 લોકો જુગાર રમતા ઝડપાયા - 17 people were caught gambling
રાજકોટ જિલ્લાના નાના ઉમવાડા ગામની સિમ વિસ્તારમાં જુગાર રમતા દસ પત્તા પ્રેમીઓ રૂપિયા બે લાખના મુદ્દામાલ સાથે અને ચોરડી ગામમાં જુગાર રમતા સાત પત્તા પ્રેમીઓ 31 હજારના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા.
ગોંડલના નાના ઉમવાડા અને ચોરડી ગામમાંથી 17 લોકો જુગાર રમતા ઝડપાયા
ઉપરાંત, ગોંડલ તાલુકાના ચોરડી ગામમાં અશોક ગોહેલના ખેતરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા અશોક ગોહેલ, રમેશ છોભાળા, અમિત મકવાણા, રમેશ બામભણીયા, શૈલેષ કાલરીયા, વિમલ હદવાણી તેમજ કિશોર ચૌહાણને રોકડા 31 હજારના મુદામાલ સાથે પકડી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.