ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં કોરોનાનું કાળચક્ર, વધુ 17 દર્દીના મોત - રાજકોટમાં કોરોના કેસ

રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સતત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. આ સાથે જ કોરોનાથી મૃત્યું પણ વધી રહ્યાં છે, ત્યારે આજે વધુ 17 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે.

corona-in-rajkot
રાજકોટમાં કોરોનાનું કાળચક્ર, વધુ 17 દર્દીના મોત

By

Published : Aug 11, 2020, 1:12 PM IST

રાજકોટઃ રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સતત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. આ સાથે જ કોરોનાથી મૃત્યું પણ વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 17 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે.

રાજકોટની સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 17 જેટલા દર્દીઓના મોત થતા તંત્ર પણ સ્તબ્ધ થયું છે. જ્યારે રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં કોરોના કુલ 1817 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 776 જેટલા દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. રાજકોટ શહેરમાં દરરોજ 50થી વધુ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે.

ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટમાં રાજકોટ ગ્રામ્ય, મોરબી, અમરેલી, સુરેન્દ્રનગર અને જામનગર સહિતના દર્દીઓ કોરોનાની સારવાર લેવા માટે આવે છે. જેને લઈને પણ રાજકોટમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details