રંગીલા રાજકોટમાં હવામાન વિભાગ દ્વારા 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની અગાહી કરવામાં આવતા તેને જોતા તંત્ર પણ એલર્ટ થયું હતું. અત્યાર સુધીમાં 17 ઈંચ જેટલો વરસાદ પડ્યો હોવા છતા કોઈ મોટી જાનહાનિ સર્જાઈ નથી. રાજકોટમાં શુક્રવારથી ધીમીધારે વરસાદ આવ્યા બાદ શનિવારે વહેલી સવારથી ભારે વરસાદ વરસ્યો હતો. જેથી શહેરના મુખ્યમાર્ગો પર પાણી થઇ ગયું હતું.
રાજકોટમાં 17 ઈંચ વરસાદ ખાબકતા સામાન્ય જનજીવન ખોરવાયું - gujarati news
રાજકોટઃ શુક્રવાર રાતથી રાજકોટમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં 17 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેથી મોટાભાગના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે.
rainfall in rajkot
બીજી તરફ નીચાણવાળા વિસ્તારોના અનેક ઘરોમાં ગોઠણસમાં પાણી ભરાઈ ગયા હતા. રાજકોટમાં વરસાદની અગાહીના પગલે મનપા અને કલેક્ટર એલર્ટ હોવાના કારણે અંદાજીત 1 હજાર લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું હતું. જ્યારે ભારે વરસાદના કારણે ડેમોમાં પણ નવા નીરની આવક નોંધાઈ છે.