રાજકોટમાં પાણી ચોરો પર મનપાની તવાઈ, 15 ગેરકાયદેસર કનેક્શન ઝડપ્યા - Rajkot Municiple Corporation
રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા વહેલી સવારથી જ પાણી ચોરો પર તવાઈ બોલવામાં આવી હતી. જેમાં વોર્ડ નંબર 9માં આવેલા શિવપરા વિસ્તારમાંથી મનપાની ટીમે 15 જેટલા ગેરકાયદેસર નળ કનેક્શન ઝડપી પાડ્યા હતા. જેને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવ્યા હતા.
રાજકોટમાં પાણી ચોરો પર મનપાની તવાઈ
હાલ સમગ્ર રાજ્યમાં લોકો પાણીની અછતનો સામનો કરી રહ્યા છે ત્યારે રાજકોટમાં પાણીનો વેડફાટ અને પાણી ચોરી અટકાવવા માટે મહાનગરપાલિકા દ્વારા સત્તત ચેકીંગ હાથ ધરાઈ રહ્યું છે. જેને લઈને મનપાની ટીમ દ્વારા શહેરના વોર્ડ નંબર 9માં ચેકીંગ હાથ ધરાયું હતું. જ્યાં 12 લોકોને ત્યાંથી 15 જેટલા ગેરકાયદેસર નળ કનેક્શન મળી આવ્યા હતા. આ તમામ ગેરકાયદેસર નળ કનેક્શનોને તાત્કાલિક દૂર કરવામાં આવ્યા હતા અને આરોપીઓને નોટિસ તથા દંડ ફટકારવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.